104 ભારતીયો ગેરકાયદેસર વસવાટ કરવાથી
અમેરિકા મા ગેરકાયદેસર રહેતા ભારતીયો ને તેમના વતન એ પાછા મોકલવામા આવી રહયા છે.
જેના કારણે આજે યુએસ મિલેટ્રી એરપોર્ટ પર 104 ભારતીયો ને અમૃતસર ના શ્રી ગુરુ રામદાસજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારયા છે.
આમા 33 એ ગુજરાતીઓ સામેલ છે. અને પંજાબ ના 30 લોકો પણ સામેલ છે.
104 ભારતીયો મા 25 મહિલાઓ , 13 સગીરો અને 72 પુરુષો પણ સામેલ છે.
જેમા જે 33 ગુજરાતીઓ છે, તેમને અમૃતસર ના એરપોર્ટ પર જ રાખવામા આવશે ,અને ત્યાથી તેમને ગુજરાત મોકલવામા આવશે.
અમેરિકા એ ગેરકાયદેસર રહેતા નિવાસીઓ ને જેમા હરિયાણા , ઉતરપ્રદેશ , ગુજરાત ના લોકોને દેશ નિકાલ કરવાનો આદેશ આપવામા આવ્યો હતો .
આ ભારતીયો મા 104 ભારતીયો સામેલ છે, જેમા સૌથી વધુ લોકો એ મહેસાણા અને ગાંધીનગર ના 12 12 લોકો એ પરત આવ્યા છે.
104 ભારતીયો ગેરકાયદેસર વસવાટ કરવાથી
યુએસ મા 18000 ભારતીયો ગેરકાયદેસર પ્રવાસીઓ તરીકે રહેતા હતા.
અમેરિકા ના રાષ્ટ્ર્પ્રમુખ ટ્ર્મ્પ સાથે વડાપ્રધાન મોદી એ 27 જાન્યુઆરી ,2025 ના રોજ ટેલિફોન દ્રારા વાત કરી હતી.
અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવતા ભારતીયોને પહેલા એવિએશન ક્લબમાં લાવવામાં આવશે.
જ્યાં તેમની સંપૂર્ણ પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવશે.
અને તેમના સંપૂર્ણ ગુનાહિત રેકોર્ડ અને ઇમિગ્રેશન રેકોર્ડની તપાસ કર્યા પછી જ તેમને જવાની મંજૂરી આપવામાં આવશે.
જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પરત વતન બોલાવવા નિર્ણય ભારતે લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
અંદાજ મુજબ, અમેરિકામાં આશરે 18000 ભારતીયો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે. જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે.
અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે.
અમેરિકન મિલિટ્રીનું સી-17 એરક્રાફ્ટ આ ભારતીયોને લઈ સેન એન્ટોનિયો, ટેક્સાસ ખાતેથી ભારતીય સમય અનુસાર પરોઢિયે ત્રણ કલાકે રવાના થયું હતું
અને તે લગભગ 24 કલાકે ભારત પહોંચશે એવી ધારણા હતી.
રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર પોલીસ, ફેડરલ એજન્સીની મદદથી શોધી કાઢવામાં આવેલા ગેરકાયદે વસવાટ કરતાં
લોકોને ગ્વાતેમાળા, પેરુ, હોન્ડુરસ રવાના કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીના આ ઓપરેશનમાં પહેલી વખત ભારત જેવા દૂરના દેશોના ઘુસણખોરોને વતન મોકલવાની કવાયત હાથ ધરાઈ છે.
પંજાબ પોલીસ એ આ અંગે એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા ગોઠવી હતી અને મુખ્યમંત્રી સાથે બેસીને આ મુદે ચર્ચા પણ કરી હતી.
તેમણે અમેરિકા મા થી દેશ નિકાલ કરાયેલા લોકોને પ્રેમ પૂર્વક સ્વીકારવા નો નિદેશ કર્યો છે.
READ MORE :
Gold Price Today : સોનું રૂ.79,000 ની પાર પહોંચ્યું : વિશ્વ બજારમાં વધઘટ જોવા મળી
અમેરિકામાં 10 લોકો સાથે વિમાન ગુમ, અલાસ્કામાં મીટિંગ માટે સર્ચ ઓપરેશન શરૂ