ભાવનગર શહેરમા ચોમાસાના વરસાદમાં શહેરમા તૂટેલા 1200 મીટર રોડ ગયા હતા તેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. અને રોડ રીપેરીંગની કામગીરી ઝડપી કરવા માંગણી ઉઠી રહી છે. આ બાબતે મહાપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યોf હતો અને જે રોડ તૂટી ગયા છે તેની રીપેરીંગ કામગીરી ચાલી રહી છે.
આગામી ઓકટોબર માસથી ડામર રોડ રીપેરીંગની કામગીરી ઝડપી બનશે તેમ જાણવા મળેલ છે.
ચોમાસાના વરસાદમાં મોટાભાગ રોડ ધોવાયા જતા વાહન ચાલકો ત્રાહિમામ
ભાવનગર શહેરમાં સરદાનગર, કાળીયાબીડ, ચિત્રા, બોરતળાવ, વડવા, કરચલીયા પરા, તખ્તેશ્વર સહિતના
૧૩ વોર્ડના મોટાભાગના ડામર રોડમાં વરસાદી પાણી ભરાતા ડામર રોડ તૂટી ગયા છે અને નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે.
શહેરમાં રપથી વધુ રોડમાં નાના-મોટા ખાડા પડી ગયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે
તેથી વાહન ચાલક, રાહદારી સહિતના લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.
શહેરના છેવાડાના વિસ્તારના રોડ તેમજ કેટલીક સોસાયટીઓમાં પણ રોડ તૂટી ગયા છે તેથી
લોકો ફરિયાદ કરતા નજરે પડી રહ્યા છે. મહાપાલિકાના રોડ વિભાગમાં ખાડાને લગતી ફરિયાદો આવી રહી છે તેથી મનપાના તંત્રની દોડધામ વધી છે
શહેરમા તૂટેલા 1200 મીટર રોડ , રોડની રીપેરીંગ કામગીરી ધીમી
શહેરમાં વરસાદ પડતા ઘણા રોડ ખખડધજ થઈ ગયા છે અને વાહન ચલાવવુ મૂશ્કેલ બન્યુ છે
તેથી તત્કાલ રોડ રીપેરીંગ કરાવવા માંગણી ઉઠી રહી છે.
મહાપાલિકાના રોડ વિભાગના અધિકારીને આજે બુધવારે પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે,
શહેરમાં આશરે ૧ર૦૦ મીટર રોડ તૂટી ગયા છે અને
આશરે ર૦૦ સ્કવેર મીટર રોડ રીપેરીંગની કામગીરી કોલ્ડ ડામર સીસ્ટમથી કરવામાં આવી રહી છે.
આગામી ઓકટોબર માસમાં ચોમાસુ પૂર્ણ થતા ગરમ ડામરથી રોડની કામગીરી ઝડપી કરવામાં આવશે.
મહાપાલિકાના રોડ વિભાગે સર્વે કરીને ૧ર૦૦ મીટર રોડ તૂટી ગયાનો દાવો કર્યો છે
પરંતુ ખરેખર વધુ રોડ તૂટયા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
કોલ્ડ ડામર સીસ્ટમથી કામગીરી ધીમી ચાલી રહી છે તેથી હજુ ઘણા રોડ ખખડધજ જોવા મળી રહ્યા છે
ત્યારે ઝડપી કામગીરી કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
શહેરમાં રોડની સમસ્ય જાણવા માટે મનપાના અધિકારીએ તેમજ પદાધિકારી,
નગરસેવકોએ શહેરમાં આટો મારવો જરૂરી છે.
કેટલાક રોડ બિસ્માર હોવાથી સ્થાનીક લોકો કકળાટ કરી રહ્યા છે
પરંતુ મહાપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.