અમેરિકાના પ્રમુખ જો બાઈડને (US President Joe Biden) સત્તા છોડ્યા પહેલા યુક્રેનને રશિયા પર
હુમલો કરવા માટે લોન્ગ રેન્જ મિસાઈલોના ઉપયોગની મંજૂરી આપતા મહાયુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
અમેરિકાનો નિર્ણય સાંભળી રશિયાએ પણ પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. ત્યારે આ તમામ
ઘટનાક્રમ વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Russia President
Vladimir Putin) પરમાણુ હુમલાની ધમકી આપ્યા બાદ અમેરિકાએ યૂક્રેનમાં આવેલી એમ્બેસી અસ્થાયી
ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. એમ્બેસીએ સત્તાવાર નિવેદન જાહેર કરી કીવના દૂતાવાસમાં કામ
કરતા સ્ટાફને કામકાજ બંધ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત યુક્રેનમાં રહેતા અમેરિકી નાગરિકોને
પણ સંભવિત હવાઈ હુમલાથી બચવા સાવધાન રહેવા કહેવાયું છે.દિમિત્રીએ કહ્યું કે પીએમ મોદીની
રશિયાની બે મુલાકાતો બાદ હવે રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે છે, તેથી અમે તેની આતુરતાથી
રાહ જોઈ રહ્યા છીએ. દરમિયાન સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે પુતિન
આવતા વર્ષે રશિયા-ભારત વાર્ષિક સમિટમાં આવી શકે છે.પીએમ મોદી આ વર્ષમાં બે વખત રશિયા
ગયા છે. તેઓ 22 ઓક્ટોબરે BRICS સમિટ માટે રશિયા ગયા હતા. આ પહેલા જુલાઈમાં પણ મોદી
બે દિવસ માટે રશિયા ગયા હતા. ત્યાર બાદ તેમણે પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.
read more :
પુતિને બેલેસ્ટિક મિસાઈલથી કરાયેલા હુમલાનો ન્યૂક્લિયર એટેકથી જવાબ આપવાની જાહેરાત કરી હતી.
આવી સ્થિતિમાં હવે એવી ચર્ચા થી રહી છે કે, શું રશિયા યુક્રેન પર ન્યુક્લિયર એટેલ કરશે ? નિષ્ણાંતોનું
કહેવું છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમીર જેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ
બેલેસ્ટિક હુમલો કરીને લક્ષ્મણ રેખા ક્રોસ કરી છે. આ જ કારણે ન્યુક્લિયર વૉરના ખતરાને ધ્યાને રાખી
યૂરોપીયન દેશો એલર્ટ પર આવી ગયા છે. નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્કના રહેવાસીઓએ જીવનજરૂરી
ચીજવસ્તુઓ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. બીજીતરફ રશિયામાં N-Resistant મોબાઈલ બંકર
બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે.ત્યારથી પુતિને અન્ય દેશોની યાત્રા કરવાનું ટાળ્યું છે. તેઓ ગયા વર્ષે
G20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા ન હતા. તેમણે આ વર્ષે બ્રાઝિલમાં આયોજિત G20 સમિટમાં પણ
ભાગ લીધો નથી. તેમના સ્થાને વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે બંને કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
પુતિનનો ક્રોધ: કેવી રીતે અમેરિકાના નિર્ણયોએ ગુસ્સો ફેલાવ્યો
અમેરિકાના પ્રમુખે તાજેતરમાં જ રશિયા વિરુદ્ધ લાંબા અંતર સુધી ઝીંકી શકાય, તેવા મિસાઈલ હુમલાને
મંજૂરી આપી હતી. એટલે કે તેણે યુક્રેનને રશિયાની અંદર સુપરસોનિક મિસાઈલ ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો
ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે. અમેરિકાના નિર્ણય બાદ પુતિનનો ગુસ્સો સાતમાં આસામાને પહોંચી ગયો
છે અને તેમણે પરમાણુ હુમલાના નિયમો બદલી નાખ્યા છે. પુતિને જાહેરાત કરી છે કે, ‘જો યુક્રેન પુલેસ્ટિક મિસાઈલ
ઝીંકશે તો અમે પરમાણુ હુમલો કરીશું.’અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બર 2021માં ભારતની મુલાકાતે
આવ્યા હતા. તે માત્ર 4 કલાક માટે જ ભારત આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 28
કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં લશ્કરી અને ટેક્નિકલ સમજૂતીઓ હતી. બંને દેશોએ 2025 સુધીમાં
30 અબજ ડોલર (2 લાખ 53 હજાર કરોડ રૂપિયા)ના વાર્ષિક વેપારનું લક્ષ્ય રાખ્યું હતું.રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના
પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે જો આવો નિર્ણય લેવામાં આવે તો તેનો અર્થ એ થશે કે તણાવનું
એક નવું ચક્ર શરૂ થશે અને આ વિવાદમાં અમેરિકાના પ્રવેશથી ગંભીર પરિસ્થિતિ સર્જાશે. તાજેતરમાં રશિયાએ
ઉત્તર કોરિયાના સૈનિકોને યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત કર્યા છે. તેઓ રશિયન સૈનિકોની સાથે યુક્રેન પર હુમલો કરી શકે છે.
સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી હતી કે જો આવું થવા દેવામાં આવશે તો મોસ્કો સમગ્ર ઘટનાને યુક્રેન
સાથે રશિયાના ચાલી રહેલા યુદ્ધમાં નાટો દેશોની સીધી સંડોવણી તરીકે જોશે. તેમણે કહ્યું હતું કે આનો અર્થ એ થશે કે
નાટો દેશો રશિયા સામે લડી રહ્યા છે. આ જ મહિનામાં રશિયાએ દેશના પરમાણુ કાયદામાં સુધારાની જાહેરાત કરી હતી.
read more :
Upcoming IPO : Lamosaic India IPO 21મી નવેમ્બરે ખુલશે, ઇશ્યૂ પ્રાઇઝ ₹200 નક્કી