જમ્મુ અને કાશ્મીર આર્ટિકલ 370 ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કર્યા પછી અમલ રહેલા રાજ્ય (કાશ્મીર)
બંધારણના વિસર્જન પછી 26 નવેમ્બરે પ્રથમ વખત ભારતના બંધારણને અપનાવીને બંધારણ દિવસ ઉજવવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિક સચિવ સુભાષ સી છિબ્બરે સરકાર દ્વારા જારી કરેલા
આદેશમાં જણાવ્યું હતું કે, ‘બંધારણના નિર્માતાઓના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોને ઉત્કૃષ્ટ મૂલ્યો
વિશે જાગૃત કરવા માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે બંધારણ
સ્વીકારવાની 75મી વર્ષગાંઠ છે.’જમ્મુ કાશ્મીરના સરકારી કાર્યાલયો સહીત દરેક સંસ્થામાં સવારે 11 વાગ્યે
બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી. તેમજ ત્યારબાદ મૌલિક ફરજ પાલનથી શપથ લેવામાં આવ્યા હતા.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા શ્રીનગરમાં બંધારણ દિવસ પર આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. આ
સમારોહમાં એલજી મનોજ સિન્હા અને ઓમર અબ્દુલ્લા સરકારના કેટલાક મંત્રીઓ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.
ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરનું ઐતિહાસિક મહત્વ છે. 1949માં આજનાં દિવસે જ ભારતીય બંધારણનો
સ્વીકાર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ તે સંપૂર્ણ લાગુ કરવામાં આવ્યું હતું. અને
આ સાથે ભારત પોતાના બંધારણ સાથે પ્રજાસત્તાક બન્યો હતો.
read more :
Bigg Boss 18 : એલિસ કૌશિકનો શોમાંથી વિદાય; ઇશા સિંહે આશ્ચર્યજનક રીતે ડોવન અને ક્રિસને હરાવ્યા
જો કે આ દરમિયાન સીએમ ઓમર અબ્દુલ્લા સોમવારે જ સાઉદી અરેબિયા જવા રવાના થયા હતા,
જ્યાં તેઓ ઉમરાહ કરશે. જમ્મુ-કાશ્મીરની સાથે સાથે સમગ્ર દેશમાં પણ બંધારણ દિવસની ઉજવણી
કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે સંસદનું સંયુક્ત સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. બંને ગૃહોના
વક્તા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. આખા દેશમાં એક તરફ
બંધારણ દિવસની ઉજવણી પુરજોશમાં થઈ રહી છે. પરંતું આ વખતે જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત
બંધારણદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પ્રજાસત્તાક બન્યા બાદ સમગ્ર દેશમાં બંધારણ
લાગુ કરવામાં આવ્યું હતું, પરંતું કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલ હતો
અને જમ્મુ-કાશ્મીર પાસે પાતાનું આગવું રાજ્ય બંધારણ હતું. ઑક્ટોબર 2019માં કલમ 370 નાબુદ
કરવામાં આવી હતી. જે બાદ હવે જમ્મુ-કાશ્મીર પણ ભારતના બંધારણ હેઠળ આવી ગયું છે.
આથી 70 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય બંધારણ પર ઓમર અબ્દુલ્લા મુખ્ય પ્રધાન બન્યા તે ઐતિહાસિક ક્ષણ
ઓમર અબ્દુલ્લાએ 16 ઓક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા
પર વાયરલ થયો હતો. આવું પહેલા બન્યું કે કાશ્મીરના મુખ્યમંત્રીએ ભારતીય બંધારણ પર શપથ લીધા હોય.
આ પહેલા, જમ્મુ અને કાશ્મીરમાં કુલ 17 મુખ્યમંત્રી હતા, જેમણે જમ્મુ અને કાશ્મીરના અલગ બંધારણ પર
શપથ લીધા હતા. જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019 સુધી જમ્મુ-કાશ્મીરમાં અલગ બંધારણ અને ધ્વજ હતો.
જમ્મુ-કાશ્મીરના સામન્ય વહીવટ વિભાગના અધિક સચિવ સુભાષ સી છિબ્બરે સરકાર વતી સોમવારે જાહેર
કર્યું હતું કે, બંધારણના ઘડવૈયાઓનાં યોગદાન બદલ આભાર પ્રગટ કરવા માટે સંઘપ્રદેશમાં પણ 26
નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.
સરકારી કચેરીઓ સહિત તમામ સંસ્થાઓમાં બંધારણની પ્રસ્તાવના સવારે 11 વાગ્યે વાંચવામાં આવી હતી.
ત્યાર બાદ લોકોએ મૂળભૂત ફરજોનું પાલન કરવાની શપથ પણ લીધી હતી.
રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગ રૂપે, નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશો પણ મંગળવારે મૂળભૂત ફરજોનાં
સપથ અભિયાનની શરૂઆત કરાશે અને આગામી વર્ષે 14 એપ્રિલના રોજ ડૉ. ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ પર સમાપ્ત થશે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે સવારે બારામુલ્લામાં રૂ. 1.72 કરોડની અનેક મિલકતો જપ્ત
કરવામાં આવી છે. જેમાં બોનિયારમાં બે માળનું મકાન, એક ટીપર, ટ્રેલર અને ફોર વ્હીલરનો સમાવેશ થાય છે.
આ મિલકતો કુખ્યાત ડ્રગ સ્મગલર રફીક અહેમદ ખાન ઉર્ફે રફી રફાના નામે છે. એનડીપીએસ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
read more :
સંભલ હિંસા: 800 આરોપીઓ પર કેસ, ડ્રોનની મદદથી તસવીરો મળી