સુરત પાલિકા વિસ્તારમાં કોટેઝ ઈન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે બાંધકામ થાય છે
અને આ ગેરકાયદે બાંધકામ માટે તોડ થાય છે તેવા આક્ષેપ આજ સુધી થતાં હતા
. પરંતુ પાલિકામાં મંગળવારે સાંજે અસરગ્રસ્તો કોટેજ ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ફરિયાદ
કરવા ગયા ત્યારે સુરતના મેયર અને વિપક્ષી નેતાએ એક બીજા સામે આક્ષેપ કર્યા
હતા તેમાં બન્ને પદાધિકારીઓએ આ કિસ્સામાં તોડ થયો હોવાનું આડકતરી રીતે
કબુલી લીધું હતું. આ સાંભળીને કતારગામ વિસ્તારમાં ચાલતી કોટેજ ઈન્ડસ્ટ્રીઝના
ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ રજૂઆત કરવા આવનારાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં ગેરકાયદે બાંધકામ કરનારા, રાજકારણીઓ અને
અધિકારીઓના મેળાપીપણામાં કોટેજ ઇન્ડસ્ટ્રીયલ પ્રમાણે પ્લાન પાસ કરીને
પાલિકાના પ્લાન વિરુધ્ધ અનેક બાંધકામ થઈ રહ્યાં છે. આ અંગે છેલ્લા બે વર્ષથી
ફરિયાદ થઈ રહી છે પરંતુ આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકવાને બદલે વધી રહી છે. આ
અંગે થોડા દિવસ પહેલાં પુણાના બે તબીબો સાથે કેટલાક અસરગ્રસ્તો રજુઆત
કરવા આવ્યા હતા ત્યારે કમિશનર ઓફિસ બહાર આવી હોબાળો મચાવ્યો હતો
સિક્યુરિટી ગાર્ડે તેમને બહાર જવાનું કહેતા બહાર ન જતાં ધક્કા મારી બહાર કાઢવા પડ્યા હતા.
read more : ગુજરાતમાં નેનો ફર્ટિલાઈઝરનો વધતો ઉપયોગ, આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસની શરૂઆત
આ ઘટના બાદ મંગળવારે સાંજે કતારગામ ઝોનમાં પણ રહેણાંક ઝોનમાં કોટેજ
ઈન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે તેની વિરુદ્ધમાં રજુઆત કરવા
મહિલાઓ સહિત અનેક લોકો આવ્યા હતા. વિપક્ષ આપના નેતાઓ સાથે મેયર
આફિસમાં આક્રમક રજુઆત થતી હતી ત્યારે મેયર અને વિપક્ષી નેતા વચ્ચે થયેલી
ચડભડના કારણે આ કિસ્સામાં તોડ થઈ રહ્યો હોવાની વાત સાબિત થઈ ગઈ હતી.
કતારગામમાં પણ કોટેજ ઈન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદે બાંધકામ અટકાવવામાં નહી
આવે તો કતારગામમાં પણ પુણાની જેમ મોટા ગેરકાયદે બાંધકામ થશે તેવી વાત
વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ કરી હતી. આ રજૂઆત મેયર દક્ષેશ માવાણીના
ઝોનની હતી તેથી તેઓ અકળાઈ ગયા હતા અને તેઓએ પુણા વિસ્તારની ઇન્ડસ્ટ્રીના
કિસ્સામાં કોણે કેટલો તોડ કર્યો છે એ બધું ખબર છે, પુણા વિસ્તારની વાત તો રહેવા
જ દો એવું કીધું હતું. જેના કારણે મામલો બિચક્યો હતો.કોટેજ ઈન્ડસ્ટ્રીઝના નામે
ગેરકાયદે બાંધકામ થયાં બાદ તોડ થઈ રહ્યો છે તેની આડકતરી કબૂલાત સુરતના
પ્રથમ નાગરિક મેયર અને પાલિકાના વિપક્ષી નેતા બન્નેએ રજૂઆત કરનારા સામે
જ કરી દીધી હતી તેના કારણે રજૂઆત કરનારાઓ અચંબામાં મુકાઈ ગયા હતા.
read more :
અંબાજી-ભીડભંજન મંદિર વિવાદમાં તીવ્રતા: બ્રહ્મલીન સાધુના રૂમમાંથી બહાર આવી ચોંકાવનારી વસ્તુ