Vadodara : લગ્નસરાની સિઝનમાં ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનિક વર્ગમાં ડિઝાઇનર બ્રાઇડલ વેરની માંગ વધી છે.
આ માટે શહેરના કેટલાક જાણીતા ડિઝાઇનર્સ દ્વારા વિશેષ ડ્રેસ તૈયાર કરાયા છે.
જોકે આ વર્ષે બ્રાઇડલ વેરના મટિરિયલમાં કોઈ મોટા ફેરફાર નથી આવ્યા,
પરંતુ સોના-ચાંદીના તાર સાથેના વર્ક, મોંઘાદાટ વિવિધ ગૂંથણ સાથેના ડ્રેસ ડિઝાઇનર્સ બનાવી રહ્યા છે.
દોઢથી બે લાખના ડ્રેસમાં હાથકામ વધારે હોય છે જે ડ્રેસને એલિગન્ટ લુક આપે છે.
આવા ડ્રેસિસની ડિઝાઇન તૈયાર કરતા વખતે પરિવાર અને ખાસ કરીને વધૂને પણ ડિઝાઇનર બોલાવીને
તેમની સાથે પણ ડિસ્કશન કરતા હોય છે. વડોદરા શહેરના ડિઝાઈનર અપેક્ષા દેસાઈએ ‘લોકલ 18’ને જણાવ્યું કે,
મોંઘા ડિઝાઇનર ડ્રેસિસમાં જે કામ હાથથી થાય છે, તે કામ 50 હજારથી એક લાખ રૂપિયાના ડ્રેસમાં વર્ક મશીનથી થાય છે.
2.5 લાખના ડ્રેસમાં 1.5 કિલો ચાંદીનું વર્ક- પ્યોર સિલ્કના 6 મીટરના ચણિયામાં 1.5 કિગ્રા ચાંદીના તારથી હેન્ડવર્ક,
આ ચણિયામાં ક્લાયન્ટના ભણતર, કંકોત્રી, બારાત, ડોલી જેવા 18 પ્રસંગોના ચિત્રોના વર્ક સહિત 2 મીટરનો
દુપટ્ટો અને વજન 10 કિલોગ્રામ જેટલું હોય છે.
Vadodara : મરોડી વર્કની માંગ
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સિવાય વેલ્વેટ, નેટ અને મરોડી વર્કની માંગ પણ વધુ છે.
ડ્રેસમાં હાથકામ વાળુ મરોડી વર્ક જે કરતા કારીગરોને કલાકો થાય છે.
ચણિયાની બાઉન્સી ફીલ માટે ફેનલ ફ્યુઝિંગ અને 5 મીટરનો ઘેર, ઓઢણીમાં પણ મરોડી વર્ક- વજન 6 કિલોગ્રામ હોય છે.
આવા ડ્રેસમાં ચણિયાના ઘેર જેટલી વધે છે તેટલી જ કિંમત વધતી જાય છે.
કારણ કે મરોડી વર્ક ખૂબ જ મોંઘુ હોય છે. આ પ્રકારના પણ લોકો ડિઝાઇન કરાવતા હોય છે.
અન્ય કોમ્બિનેશનમાં 6 મીટરના ઘેરાવાળો રો-સિલ્ક, મોતી વર્ક સાથેનો ચણિયો બ્રાઇડલ કરાવતા હોય છે.
2 થી અઢી લાખના ડ્રેસમાં રો-સિલ્ક, વેલવેટ અને જ્યોર્જેટનું કોમ્બિનેશન પણ હોય છે.
આ ડ્રેસમાં કાપડની સાથે કુંદન, ગ્લાસમોતી, મિરર, જરદોશી વર્કનું કારીગરો દ્વારા થતું હાથકામ જોવા મળે છે.
બ્લાઉઝમાં ખાસ ફાઇબર ફેબ્રિક વાપરવામાં આવતું હોય છે.
આ સીઝનમાં બ્રાઇડના હાઇ એન્ડ ડ્રેસિસમાં પણ પરંપરાગત લાલ-મરૂન બાદ ગ્રીન-પેસ્ટલના શેડ્સ ઇન-ટ્રેન્ડમાં રહેશે.
એક વર્ગમાં હવે પાનેતરનો ટ્રેન્ડ ઓછો થઈ રહ્યો છે.
Read More : Maharashtra : મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણ અપમાન મુદ્દે ટીયર ગેસના ઉપયોગ સાથે હિંસા અને પથ્થરમારો