મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો
બોલાયો હતો. વિશ્વ બજારમાં ભાવ તૂટી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી
ઉતરી હતી. અણદાવાદમાં ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ
રૂ.૮૦૦ તૂટી રૂ.૭૯૦૦૦ની અંદર ઉતર્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના
ભાવ કિલોના રૂ.૨૦૦૦ ગબડી રૂ.૮૮ હજારના મથાળે ઉતરી ગયા હતા.
અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૮૩૦૦ તથા ૯૯.૯૦ના
રૂ.૭૮૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૪૨થી
૨૬૪૩ વાળા ઝડપી તૂટી નીચામાં ૨૬૦૦ની અંદર ઉતરી ૨૫૮૩થી ૨૫૮૪
થઈ ૨૬૦૮થી ૨૬૦૯ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.વિશ્વ બજારમાં
ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું
વ્યાપક સેલીંગ જોવા મળ્યું હતું. અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજના દરમાં
જો કે ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો પરંતુ ૨૦૨૫ના નવા વર્ષમાં ત્યાં વ્યાજ
દરમાં ઘટાડો ધીમો પડશે એવાં સંકેતો અપાતાં વિશ્વ બજારમાં ડોલર તથા
સોનાના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
READ MORE :
ઢોલ-નગારાના નાદ સાથે AMCની અનોખી અપીલ: સમયસર ટેક્સ ભરવાની વિનંતી
આ તરફ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર ઘટાડવાના બદલે જાળવી
રાખ્યાના સમાચાર પણ આવ્યા હતા.જો કે મુંબઈ કરન્સી બજારમાં
આજે રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ વધી રૂ.૮૫ની ઉપર જતાં
ઝવેરી બજારના નીચા મતાળે બજારને સપોર્ટ મળ્યાના પણ નિર્દેશો
હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશદીઠ
૨૯.૪૧ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૯૩૧ ડોલર રહ્યા હતા જ્યારે
પેલેડીયમના ભાવ નીચામાં ૯૦૧ થઈ ૯૧૬થી ૯૧૭ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૬૫ ટકા તૂટયા હતા.દરમિયાન, મુંબઈ
બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના
નીચામાં રૂ.૭૫૩૨૬ થઈ છેલ્લે રૂ.૭૫૭૦૯ રહ્યા હતા. ૯૯.૯૦ના ભાવ
નીચામાં રૂ.૭૫૬૨૯ થઈ રૂ.૭૬૦૧૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ
જીએસટી વગર નીચામાં રૂ.૮૬૮૪૬ થઈ છેલ્લે રૂ.૮૭૦૩૫ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના
નીચામાં ૭૨.૭૧ થઈ ૭૩.૨૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં
૭૦.૧૧ થઈ ૭૦.૪૨ ડોલર બોલાતા હતા.
READ MORE :
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર,જમ્મુ-કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાનથી લોકો થરથર ધ્રૂજ્યા !
76 કરોડના ખર્ચે બનેલા પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગની મિલકત વેચવા મ્યુનિ. તંત્રનો નિર્ણય !