GST Council Meeting : મંત્રીઓના જૂથે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવાની
દરખાસ્ત કરી હતી જેને GST કાઉન્સિલની આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવીGST કાઉન્સિલની
બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાંGST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં
આવ્યો છે. વાસ્તવમાં મંત્રીઓના જૂથે આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવાની દરખાસ્ત
કરી હતી જેને GST કાઉન્સિલની આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે,
લોકોએ હજુ પણ તેમના વીમા પર જૂના કર દર મુજબ પ્રીમિયમ ચૂકવવું પડશે.GST કાઉન્સિલની 55મી
બેઠકમાં આરોગ્ય અને જીવન વીમા પર પ્રીમિયમ ઘટાડવાના નિર્ણયને મુલતવી રાખવાનું કારણ આપવામાં
આવ્યું હતું કે, આ અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે. કાઉન્સિલે મંત્રીઓના જૂથ (GOM)ને તેના અહેવાલને વધુ
વ્યાપક બનાવવા માટે વધારાની માહિતી રજૂ કરવા જણાવ્યું છે. આ સૂચવે છે કે, GST દરોમાં સુધારો કરવા
અથવા આરોગ્ય અને જીવન વીમા સંબંધિત પ્રિમીયમ ઘટાડવા અંગે કોઈ નિર્ણય લેતા પહેલા આ બાબતે વધુ તપાસની જરૂર છે.
READ MORE :
ચીને ફરી બતાવ્યો જલ્વો! સમુદ્રમાં ઉભો કર્યો કૃત્રિમ ટાપુ, બનશે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ !
હાલમાં હેલ્થ ઈન્સ્યોરન્સ, ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ અને યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન 18 ટકા GST દર હેઠળ આવે છે. એન્ડોમેન્ટ
યોજનાઓમાં GST અરજી અલગ છે, પ્રથમ વર્ષમાં 4.5 ટકાના દરે અને બીજા વર્ષથી 2.25 ટકાના દરે. જીવન વીમા માટે,
સિંગલ પ્રીમિયમ એન્યુઇટી પોલિસી 1.8 ટકાના GST દરને આકર્ષિત કરે છે. આ દરો તમામ વય જૂથોને સમાનરૂપે લાગુ
પડે છે. આરોગ્ય વીમા પરના મંત્રીઓના જૂથ (GOM) એ 16 ડિસેમ્બરે રાજ્ય અને કેન્દ્ર સરકારના મહેસૂલ અધિકારીઓને
તેની ભલામણો રજૂ કરી હતી.સોમવારે જ્યારે શેરબજાર ખુલશે ત્યારે GST દરમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હેલ્થ
ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ જેવી લિસ્ટેડ કંપનીઓના શેર જેવા કે, પોલિસી બજાર, ગો ડિજીટ અને નિવા
બુપા સ્ટોક્સને સંભવિત રીતે અસર કરી શકે છે.(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે
જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત
માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
READ MORE :
પાદરામાં ટ્રક ચાલકની ભૂલ, યુવકનું જીવન લઈ ગયું, CCTV ફૂટેજ સામે આવ્યા
અમેરિકામાં સ્કેન્ડિનેવિયાનો સ્વાદ લાવવા માગતા યુરોપિયન સમાજવાદી