શટડાઉનનો ભય
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પર યુએસ શટડાઉનનો ખતરો છે.
જો આવું થાય તો, યુએસમાં સરકારી કચેરીઓ, રાષ્ટ્રીય સ્મારકો, ઉદ્યાનો બધુ જ બંધ થઈ જશે.
કર્મચારીઓને પગાર નહીં મળે, યોજનાઓને તાળા લાગી જશે.
જેના કારણે સામાન્યથી લઈને ખાસ દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભંડોળને લઈને લાવવામાં આવેલા સંભવિત બિલના વિરોધ બાદ આ સ્થિતિ સર્જાઈ છે.
એવામાં જોઈએ કે અમેરિકામાં શટડાઉનનો અર્થ શું છે અને તેનાથી સામાન્ય લોકોના જીવન પર કેવી અસર પડે છે.
અમેરિકામાં જ્યારે ફેડરલ સરકાર ચલાવવા માટે જરૂરી ભંડોળ પૂરું થઇ જાય છે ત્યારે શટડાઉન થાય છે.
ભંડોળના અભાવે ઘણી સરકારી સેવાઓ ઠપ થઈ જાય છે. કર્મચારીઓનો પગાર પણ રોકી દેવામાં આવે છે.
અમેરિકામાં શટડાઉનનો ઈતિહાસ ઘણો જૂનો છે. 1976થી અત્યાર સુધી કુલ 21 શટડાઉન થયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના અગાઉના કાર્યકાળ દરમિયાન 22 ડિસેમ્બર, 2018ના રોજ પણ શટડાઉન થયું હતું.
જ્યારે અમેરિકામાં શટડાઉન હોય ત્યારે તમામ પ્રકારના સરકારી કામકાજ ઠપ થઈ જાય છે.
તેની પાછળનું કારણ એ છે કે સરકાર આ કામો માટે તેની મહત્વપૂર્ણ યોજનાઓ ચાલુ રાખવા માટે લોનના રૂપમાં જરૂરી નાણાં લે છે.
આ લોન માટે યુએસ સંસદ એટલે કે કોંગ્રેસની મંજૂરી જરૂરી છે.
અમેરિકાની સંસદમાં આ બિલના પક્ષમાં 174 અને વિરોધમાં 235 વોટ પડ્યા હતા.
આવી સ્થિતિમાં તેમની પાર્ટીના નેતાઓએ પણ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકી સરકારનું શટડાઉન બે અઠવાડિયા સુધી ચાલી શકે છે.
આ પહેલા પણ ટ્રમ્પ સરકારના કાર્યકાળમાં 35 દિવસ માટે સરકારી શટડાઉન રહ્યું હતું.
તે સમયે લગભગ 8 લાખ સરકારી કર્મચારીઓ પગાર વગર કામ કરતા હતા.
READ MORE :
ચીને ફરી બતાવ્યો જલ્વો! સમુદ્રમાં ઉભો કર્યો કૃત્રિમ ટાપુ, બનશે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ !
અમેરિકામાં સ્કેન્ડિનેવિયાનો સ્વાદ લાવવા માગતા યુરોપિયન સમાજવાદી
ટ્રમ્પના શપથગ્રહણ પહેલા યુક્રેન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા પુતિનની યોજના !