RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત, તો જૂની નોટોનું શું થશે?

By dolly gohel - author
RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત, તો જૂની નોટોનું શું થશે?

RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત

RBI ગવર્નર દ્રારા કાર્યભાર સંભાળ્યા પછી ઘણી મહત્વપૂર્ણ અપડેટો સામે આવી છે.

ઇકોનોમીની હાલત સુધારવા સિવાય મોંઘવારીનો દર ઘટ્યો છે અને વ્યાજ દરમાં ઘટાડો કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

એપ્રિલના પહેલા અઠવાડિયામાં યોજાનારી MPC બેઠકમાં રેપો રેટમાં ઘટાડો થવાની પણ અપેક્ષા છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે જણાવ્યું કે તે જલ્દી જ મહાત્મા ગાંધી (નવી) સીરીઝ હેઠળ 10 રૂપિયા અને 500 રૂપિયાની નોટો જારી કરશે.

તેના પર નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.

કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી નવી સીરીઝની 10 રૂપિયા અને 500 રૂપિયાની નોટો જેવી જ હશે.

RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત

RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત, તો જૂની નોટોનું શું થશે?
RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત, તો જૂની નોટોનું શું થશે?

જૂની નોટો પણ માન્ય રહેશે 

નવી નોટો જાહેર કરવામા આવે તો પણ , રિઝર્વ બેંક દ્રારા અગાઉ જારી કરાયેલી 10 અને 500 ની બધી નોટો કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે.

ગયા મહિનાની શરુઆત મા RBI એ ગવર્નર મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રુપિયાની નોટો બહાર પાડવાની જાહેરાત કરી હતી.

સંજય મલ્હોત્રા એ ડિસેમ્બર 2024 મા RBI ગવર્નર તરીકે કાર્યકાર સંભાળ્યો હતો.

 તેમણે છ વર્ષ સુધી ગવર્નર રહેનાર શક્તિકાંત દાસની જગ્યા લીધી હતી.

આ પગલું રોકડ પુરવઠો જાળવી રાખવા અને બેંકિંગ સિસ્ટમમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.

આ ઉપરાંત, નવા ગવર્નરની સહીવાળી નોટો જારી કરવી એ એક નિયમિત પ્રક્રિયા છે.

જે દરેક નવા ગવર્નર દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી કરવામાં આવે છે.

 

RBI એ વિદેેેશી વેપાર માટે માર્ગદર્શિકા જારી કરી

આ દરમિયાન, સેન્ટ્રલ રિઝર્વ બેંકે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ નિકાસ અને આયાત માટે નવા ડ્રાફ્ટ નિયમો અને દિશાનિર્દેશો

જારી કર્યા છે.

જેનો ઉદ્દેશ્ય વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને એક જ દસ્તાવેજમાં તમામ નિયમોને એકીકૃત કરવાનો છે.

સેન્ટ્રલ રિઝર્વ બેંકે જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય તમામ માર્ગદર્શિકાઓને એક દસ્તાવેજમાં સમાવીને ટ્રેડિંગ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.

સાથે જ અધિકૃત ડીલરો માટે નિકાસ અને આયાત સંબંધિત વ્યવહારો માટેની પ્રક્રિયાઓ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવાની પણ જરૂર છે.

RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત, તો જૂની નોટોનું શું થશે?
RBI દ્વારા રૂ.10 અને 500ની નવી નોટોની જાહેરાત, તો જૂની નોટોનું શું થશે?

9 એપ્રિલના રોજ નીતિગત નિર્ણય પર અપડેટ આવશે 

રિઝર્વ બેંક (RBI) ની MPC ની બેઠક 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે.

RBI ગવર્નર દ્વારા પોલિસી રેટ અંગે લેવાયેલ નિર્ણય 9 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.

આ બેઠક ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક હશે. એટલા માટે તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

નિષ્ણાતોનો અંદાજ છે કે આ બેઠકમાં રેપો રેટમાં ફરી એકવાર 0.25 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

 

READ MORE :

નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો, જાણો નવા દર

 

શું સતત બીજી વખત રેપો રેટ ઘટશે ?

જો આ વખતે પણ રેપો રેટ ઘટાડવામાં આવે છે, તો આ સતત બીજી વાર હશે જ્યારે રેપો રેટ ઓછો થશે હાલમાં તે 6.25 ટકાના સ્તરે છે.

આ વખતે પણ જો 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થશે તો તે ઘટીને 6 ટકા પર આવી જશે.

આરબીઆઈના આ નિર્ણયથી અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ, નવા RBI ગવર્નરે તેમની પ્રથમ MPC બેઠકમાં રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરી દીધો હતો.

 

READ MORE :

RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી

લંડનથી ભારત આવી રહેલી ફ્લાઇટ તુર્કી ખાતે અટવાઈ, બે ગુજરાતી સહિત 300 ભારતીયો ફસાયા

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.