કચ્છનું મુખ્ય આકર્ષણ સફેદ રણ છે પરંતુ હવે ભારે વરસાદના કારણે કચ્છમાં ચમત્કાર અને સુંદર નજારો સર્જાયો છે. કચ્છમાં ચમત્કાર
મીઠાનું પાણી: કચ્છમાં અજાયબી અને આહ્લાદક દૃશ્યો ગુજરાતમાં દર વર્ષે કચ્છના રણમાં ભવ્ય રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છનું મુખ્ય આકર્ષણ સફેદ મીઠાનું રણ છે, પરંતુ અત્યારે ભારે વરસાદના લીધે આખું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે.
પાણીમાં ડૂબેલા રણમાં સમુદ્રની લહેરો જોવા મળી રહી છે. દર વર્ષે વરસાદનું પાણી સૂકાયા બાદ આ મીઠાનું રણ બની જાય છે, પરંતુ દૂર દૂર રહેણાંક વિસ્તાર ન હોવાથી આ સમુદ્ર જેવું લાગે છે. કચ્છના ધોરડોમાં આવેલા સફેદ રણમાં ભારે વરસાદના લીધે જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આખે આખું રણ જાણે દરિયો બની ગયું હોય એવું લાગી રહ્યું છે. હાલમાં એક નજરે જોતાં કોઈ ન કહી શકે કે અહીં રણ હશે.
કચ્છમાં ચમત્કાર , અજાયબી અને આહ્લાદક દૃશ્યો
સામાન્ય રીતે જૂન-જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા બાદ ઑગસ્ટના અંત સુધીમાં ધીમે ધીમે પાણી ઓસરવા લાગે છે. ત્યારબાદ નવેમ્બર મહિનામાં રણમાંથી પાણી સૂકાઇ જાય છે અને રણમાં દરિયાની ખારાશની એક ચાદર પથરાઈ જાય છે
અને શિયાળામાં આખું રણ સફેદ મીઠામાં ફેરવાઈ જાય છે. બૉર્ડર વિસ્તાર હોવાથી અહીં પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા રહે છે, પરંતુ આ વર્ષે ભારે વરસાદના લીધે કચ્છના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અહીં દર વર્ષે રણોત્સવ યોજાય છે,
ખાસ કરીને શિયાળામાં આ રણ વધુ સુંદર અને મનમોહક લાગે છે.
દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે.
અહીં આવનાર પ્રવાસીઓ ચાંદની રાતમાં કચ્છના સફેદ રણની મજા માણે છે.
કચ્છનું રણ માં ચમત્કાર
કચ્છમાં ચમત્કાર : કચ્છનું રણ પશ્ચિમ ગુજરાતના કચ્છ જીલ્લામાં થાર રણમાં મીઠી માર્શી જમીન છે.
તે પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત વચ્ચે આવેલું છે. તેમાં આશરે ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટર જમીન છે.
જેમાં કચ્છનું મોટુ રણ, કચ્છનું નાનું રણ અને બન્ની ઘાસભૂમિ વિસ્તારનો સમાવેશ થાય છે.
કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે. અને તે વિશ્વનો સૌથી મોટું મીઠું રણ તરીકે ગણાય છે.
‘રણ’ એટલે હિન્દીમાં ડેજર્ટ નો અર્થ છે જે સંસ્કૃત શબ્દ ‘ઇરિના’ પરથી આવ્યો છે જેનો અર્થ રણ પણ થાય છે.
કચ્છના રહેવાસીઓને કચ્છિ કહેવામાં આવે છે અને તે જ નામથી પોતાની ભાષા ધરાવે છે.
કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ, મુસ્લિમો, જૈનો અને શીખોનો સમાવેશ કરે છે.