Junagadh News : રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધા માં જોડાવા આગામી 04 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે;

2 Min Read
17 01

 

રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધા

“રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધામાં જોડાવા આગામી 04 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે; મુદ્દતમાં વધારો કરાયો!”
.
– યુવાઓના સાહસને પડકારતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું દરવર્ષે રાજ્ય અને રાષ્ટ્રીય બે કક્ષામાં આયોજન કરવામાં આવે છે.
– ભાઈઓ માટે ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી 5500 પગથીયા અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથીયા ચઢીને ઉતરવાના રહેશે.
– ભાઈઓએ 2 કલાક અને બહેનોએ 1:15 કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરવાની રહે છે.
– જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં 39મી રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
– સિનિયર, જુનિયર ચારેય કેટેગરીમાં ભાગ લેવા માટે 14 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશનની તારીખ રાખવામાં આવી હતી.
– ગઈકાલે રજીસ્ટ્રેશનની મુદ્દત પૂર્ણ થતા વધુ 20 દિવસ સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
– સ્પર્ધકો તા.04 નવેમ્બર સુધી અરજી કરી શકશે.
– ગત વર્ષે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ૨૦ જિલ્લાના 1175 સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી.
– આ વખતે રજિસ્ટ્રેશન નિયત સમય કરતા વહેલું શરૂ કરવામાં આવ્યું હતું; અંદાજિત અગિયારસોથી વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
– હજુ વધુ સ્પર્ધકો ભાગ લઈ શકે તે માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે.
.
ફોર્મ મેળવવા માટેનું સ્થળ: રમત-ગમત કચેરી, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ

 

Read More

રિયલ એસ્ટેટ શેરો ફરી વેગ મેળવે છે; ઓબેરોય રિયલ્ટી અને અન્ય 6 સત્રોમાં 16% સુધી ઉછળ્યા

Baroda News : વડોદરા ગેસ કંપની દ્વારા 10,000 ગ્રાહકોને અસર

Gold And Silver Prices : સોના અને ચાંદીના ભાવ સોમવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો

Hyundai Motor IPO : હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ આવતીકાલે ખુલશે, ₹1,865-1,960 કરોડની રેન્જમાં તેના શેરનું વેચાણ કરશે.

Gujarat Weather News : ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે? જાણો આજનું હવામાન રિપોર્ટ

Share This Article