સોનાના ભાવ
દિવાળી પૂર્વે સોનું રૂ.૮૦૦૦૦ પહોંચે તેવી સંભાવના : ક્રૂડતેલમાં નીચા મથાળે બેતરફી વધઘટ
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૨૭૦૦ ડોલર જ્યારે ચાંદી ૩૨ ડોલર નજીક પહોંચી
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો
ભાવ વધી નવી ઉંચી ટોચે ટ્રેડ થતાં દેખાયા હતા.
વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા.
વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૮૦૦ તથા
૯૯.૯૦ના ભાવ રૂ.૭૯૦૦૦ રહ્યા હતા. દિવાળી પૂર્વે ભાવ રૂ.૮૦ હજાર થવાની શક્યતા જાણકારો બતાવતા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૬૫૪થી ૨૬૫૫ વાળા ઉછળી ઉંચામાં
ભાવ ૨૬૮૩ થઈ ૨૬૮૧થી ૨૬૮૨ ડોલર રહ્યાના સમાચાર હતા
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતા સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યું હતું.
ચીન તથા તાઈવાન વચ્ચે ઘર્ષણ વધવાની ભીતિની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી.
સોના પાછળ વૈશ્વીક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૧.૧૯થી ૩૧.૨૦ વાળા ઉંચામાં ૩૧.૯૪ થઈ ૩૧.૯૨થી ૩૧.૯૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૮૫થી ૯૮૬ વાળા ઉંચામાં ૧૦૦૩થી ૧૦૦૪ થઈ ૯૯૬ થી ૯૯૭ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૦૧૫થી ૧૦૬ વાળા ઉંચામાં ૧૦૨૪થી ૧૦૨૫ થઈ ૧૦૧૪થી ૧૦૧૫ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૯ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઘટયા મથાળે બેતરફી વધઘટે અથડાતા જોવા મળ્યા હતા.
બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૪.૬૧ વાળા નીચામાં ૭૩.૭૦ તથા ઉંચામાં ૭૪.૯૩ થઈ ૭૪.૪૫ ડોલર રહ્યા હતા
જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૦.૮૮ વાળા નીચામાં ૭૦.૦૬ તથા ઉંચામાં ભાવ ૭૧.૩૧ થઈ ૭૦.૮૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૬૨૬ વાળા વધી
રૂ.૭૬૨૪૬ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૯૩૦ વાળા રૂ.૭૬૫૫૩ રહ્યા હતા.
જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૯૮૦૦ વાળા રૂ.રૂ.૯૧૫૧૨ બોલાયા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયાના ભાવ વધ્યા હતા.
ડોલરના ભાવ રૂ.૮૪.૦૪ વાળા ઘટી ૮૩.૯૮ થઈ ૮૩.૯૯ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઘટી ૧૦૩.૧૭ થઈ ૧૦૩.૨૫ રહ્યાના સમાચાર હતા.
મુંબઈ બજારમાં આજે પાઉન્ડના ભાવ ૬૦ પૈસા ઘટયા હતા જ્યાપે યુરોના ભાવ ૧૯ પૈસા નરમ રહ્યા હતા.
Read More : Gold price today : પીળી ધાતુમાં ઘટાડો : યુએસ ડૉલર 2-મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો