નગરપાલિકા અને પોલીસ ની બેદરકારી કામગીરી ના કારણે રસ્તા બંધ,
ટુ વ્હીલરો સામે કાર્યવાહી કરવામા આવશે
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં દબાણ માટે કુખ્યાત એવા પાલનપોર શાક માર્કેટમાં આજે પોલીસની વાહન ઉચકનાર ક્રેઈન આવી હતી.
રસ્તાની બાજુમાં શાક લેવા ગયેલી મહિલાઓના વાહનો ફટાફટ ઉઠાવી લીધા હતા.
પરંતુ આ વિસ્તારમાં ગેરેજ દ્વારા પાર્ક કરવામાં આવેલી સંખ્યાબંધ કાર કે માથાભારે તત્વોના દબાણ સામે પોલીસે કોઈ કામગીરી કરી ન હતી.
એક તરફ દબાણના કારણે લોકો ત્રાહિમામ છે તેની સમસ્યા પાલિકા કે પોલીસ કરતી નથી જ્યારે બીજી તરફ થોડા સમય માટે મુકેલા વાહનો પોલીસ ઉચકી જાય છે
તેવી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં સુરત પોલીસ અને પાલિકાની નબળી અને વિવાદી કામગીરીના કારણે સુરતીઓ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યાં છે.
સુરત શહેરમાં માથાભારે દબાણ કરનારા સામે પાલિકા કે પોલીસ કોઈ નક્કર કામગીરી કરતી નથી
પરંતુ ટુ વ્હીલર રસ્તાની બાજુમાં પાર્ક કરી પાંચ દસ મિનિટ જાય છે તો તેમના વાહનો ગણતરીની સેકન્ડમાં ઉઠાવી લેવામાં આવે છે.
આવી જ ઘટના સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર શાક માર્કેટમાં બની છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાલનપોર શાક માર્કેટમાં ટેકરાવાલા સ્કુલથી જૈન દેરાસર સુધી જતો રસ્તો માથાભારે દબાણ કરનારાઓના કારણે બ્લોક થઈ જાય છે.
આ રસ્તો બ્લોક થતો હોય વાહન ચાલકોએ ના છુટકે સંસ્કાર ભારતી સ્કૂલ તરફના રોંગ સાઈડ વાહન ચલાવવા પડે છે.
આ રસ્તા પર પણ શાકભાજીનું વેચાણ કરનારા ફેરિયાઓના દબાણ છે આ ઉપરાંત સ્કૂલ નજીક કેટલાક ગેરેજ છે.
તેના સંખ્યા બંધ ફોર વ્હીલર રસ્તાની બાજુમાં પાર્ક કરી ટ્રાફિક સમસ્યા ઉભી કરવામાં આવે છે.
નગરપાલિકા અને પોલીસની બેદરકારીના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
READ MORE :
City Union Bank Share : બેન્કનો ચોખ્ખો નફામાં 1.6% નો અંદાજીત વધારા સાથે રૂ. 285 કરોડ, આવકમાં 8% નો વધારો થયો છે !
Baroda News : કમાટીબાગ પ્રાણીસંગ્રહાલય માં નવા અતિથિઓનું આગમન, વાઘ અને વાઘણની જોડીએ કર્યો પ્રવેશ
સુરત મા શાકભાજી વેચાણ કરનારા માથાભારે તત્વો ના દબાણ દુર કરી શકતા નથી કે પોલીસ ગેરેજમાં વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક થાય છે
તે બંધ કરાવી શકતી ન હોવાથી વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે.
જ્યારે મહિલાઓ કે અન્ય લોકો દસ પંદર મીનીટ માટે શાકભાજી ખરીદવા આવે છે અને રોડની બાજુમાં વાહનો પાર્ક કરે છે
તેવા લોકોના વાહનો પોલીસ ક્રેઈન ગણતરીની સેકન્ડમાં ઉઠાવી જાય છે અને આકરો દંડ વસુલે છે.
નો-પાર્કિંગમાં વાહનો પાર્ક થયા હોય અને તેને દંડ કરે તેની સામે લોકોનો કોઈ વિરોધ નથી
પરંતુ એક તરફ ગેરેજવાળા દિવસોના દિવસો વાહનો રોડ પર પાર્ક કરી દે છે તેની સામે કોઈ કાર્યવાહી કરતા નથી.
આ ઉપરાંત એક તરફનો આખો રોડ શાકભાજીવાળાના દબાણ દુર પાલિકા કરી શકતી ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.
આ સમસ્યા પહેલા પાલિકા અને પોલીસ દુર કરે ત્યારબાદ વાહન ચાલકોને દંડ કરવામાં આવે તેવી માંગણી સાથે આ કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે