અદાણી ગ્રુપ માટે એક મોટો આંચકો અદાણી ગ્રુપને તમિલનાડુ સરકાર તરફથી ઝટકો મળ્યો છે.
ડીએમકેની આગેવાની હેઠળની તમિલનાડુ સરકારે સ્માર્ટ મીટરની ખરીદી માટેનું ગ્લોબલ ટેન્ડર રદ કર્યું છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) આ ટેન્ડર માટે સૌથી ઓછી બોલી લગાવનાર બની હતી.
પરંતુ તમિલનાડુ સરકારના તમિલનાડુ ઉત્પાદન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (Tangedco) વિભાગએ ટેન્ડર એમ કહી રદ કરી દીધું છે કે AESL કિંમત વધુ ટાંકી છે.
આ ટેન્ડર ચેન્નાઈ, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ સહિત આઠ જિલ્લાઓને કવર કરતુ અને આવા ચાર ટેન્ડર પેકેજોમાંથી એક હતું.
કેન્દ્ર સરકાર આ પેકેજ માટે 19,000 કરોડ રૂપિયાનું ફંડ આપવા જઈ રહી હતી.
એકલા આ પેકેજમાં પુનરોદ્ધાર વિતરણ ક્ષેત્ર યોજના હેઠળ 82 લાખથી વધુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાના હતા.
આ યોજના હેઠળ, રાજ્યમાં તમામ વીજ જોડાણો (કૃષિ જોડાણો સિવાય) માટે સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની યોજના હતી.
તમિલનાડુ ઉત્પાદન એન્ડ વિતરણ નિગમના અધિકારીઓનું કહેવું છે કે ખર્ચ ઘટાડવા માટે એઇએસએલએ ટેન્ડર મેળવવા જે કિમત બતાવી છે.
તે ખર્ચને ઓછો કરવા માટે વાતચીત પછી પણ સ્વીકાર કરવા યોગ્ય નથી.
તેમાં બાકીના જિલ્લાઓને આવરી લેતા બાકીના ત્રણ પેકેજનો પણ સમાવેશ થાય છે. સરકાર ટૂંક સમયમાં ફરીથી ટેન્ડર બહાર પાડશે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ એટલે કે AESL મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોમાં પહેલાથી જ આ પ્રકારના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
અદાણી જૂથની બિડ અન્ય જગ્યાએ કરવામાં આવતી 120 રૂપિયા પ્રતિ મીટરની બિડ કરતાં ઘણી વધારે હતી.
READ MORE :
76 કરોડના ખર્ચે બનેલા પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગની મિલકત વેચવા મ્યુનિ. તંત્રનો નિર્ણય !
હાલમાં તમિલનાડુ 30 મિલિયનથી વધુ સ્માર્ટ મીટરની મંજૂર યોજના સાથે રિવાઇટલાઇઝ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) માં આગળ છે.
એવું કહેવાય છે કે સ્માર્ટ મીટર લગાવવાથી રાજ્યનું કુલ ટેકનિકલ અને કોમર્શિયલ નુકસાન 16% થી ઘટીને 10% થઈ શકે છે.
આ બિલિંગ કાર્યક્ષમતામાં પણ વધારો કરશે અને વધુ અસરકારક ટેરિફ પ્લાનિંગ બનાવવામાં મદદ કરશે.
અમેરિકામાં અદાણી ગ્રૂપ સામે લાંચ લેવાના આરોપો પછી લગભગ એક મહિના પછી એમકે સ્ટાલિન સરકારે આ પગલું ભર્યું છે.
જોકે અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.
પરંતુ આ ઘટનાક્રમ બાદ વિપક્ષી ઈન્ડિયા બ્લોકે અદાણી ગ્રુપ પર હુમલા તેજ કર્યા છે.
ડીએમકે પણ ઇન્ડિયા ગઠબંધનનો મુખ્ય ઘટક છે.
આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં અદાણી ગ્રૂપ સામેના આક્ષેપોને કારણે ટેન્ડર રદ કરવામાં આવ્યુ હોવાનું મનાઇ રહ્યુ છે.
READ MORE :
ગુજરાત સરકાર ટેક્નોલોજીના ઉપયોગમાં આગળ વધી, AI માટે 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરી !
વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં સરકારનો ઘટાડો, જાણો ગુજરાતીઓ માટે કેટલો લાભદાયક