Gold Price Today
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં ભાવ વધુ ઉછળતાં
ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે આગેકૂચ જળવાઈ રહી હતી.
વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉંચકાઈ ઔંશના ઉંચામાં ૨૭૪૦ ડોલર સુધી પહોંચતા નવી ઉંચી ટોચ જોવા મળી હતી.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૦૦ વધી ૯૯.૫૦ના
રૂ.૮૦૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૭૦૦ રહ્યા હતા જ્યારે
અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૯૭ હજારને આંબી ગયા હતા.
અણદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૪૫૦૦ ઉછળ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૨૧થી ૨૭૨૨ વાળા ઉંચામાં ૨૭૩૯થી ૨૭૪૦ થઈ ૨૭૩૭થી ૨૭૩૮ ડોલર રહ્યાના સમાચાર હતા.
ફંડો એક્ટીવ બાયર રહ્યા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૩.૭૧થી ૩૩.૭૨ વાળા વધી
૩૪ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૩૪.૧૪ થઈ ૩૪.૧૧થી ૩૪.૧૨ ડોલર રહ્યા હતી.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા
ચીને લેન્ડીંગ રેટમાં ઘટાડો કરતાં તેની અસર વિશ્વના વિવિદ બજારો પર દેખાઈ હતી.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૦ ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા હતા.
ચીનની માગ વધવાની શક્યતા સાઉદી અરેબિયાના જાણકારોએ બતાવી હતી.
વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૦૬ વાળા ઉંચામાં ૭૪.૫૭ થઈ ૭૪.૧૫ ડોલર રહ્યા હતા.
જ્યારે યુએસ ક્રૂડના ભાવ બેરલના ૬૯.૨૨ વાળા વધી ઉંચામાં ૭૦.૯૦ થઈ ૭૦.૪૦ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૧૫થી ૧૦૧૬ વાળા વધી ૧૦૨૫થી ૧૦૨૬ ડલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ જો કે ૧૦૮૪થી ૧૦૮૫ વાળા ઉંચામાં ૧૦૯૪ થયા પછી ૧૦૮૦થી ૧૦૮૧ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.૭૭૪૫૦ વાળા રૂ.૭૭૯૦૧ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૭૭૫૦ વાળા રૂ.૭૮૨૧૪ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૭૫૦ વાળા વધી રૂ.૯૭૨૫૪ રહ્યા હતા. મુંબઈ
સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ ચાંદીમાં આજે જીએસટી સાથેના ભાવ
વધી એક લાખની સપાટી પાર કરી રૂ.૧૦૦૧૭૦થી ૧૦૦૧૭૫ રહ્યા હતા.
Read More : Hyundai Listing Price : ડી-સ્ટ્રીટ પર હ્યુન્ડાઈ ઈન્ડિયા શેરની આજથી એન્ટ્રી, શું ચમકશે બજાર?
કીમતી ધાતુઓમાં આગેકૂચ
સોના-ચાંદીના વાયદાઓમાં તેજીની આગેકૂચ કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૧૦૯૪૦.૭૮ કરોડનાં કામકાજ થયાં હતાં.
સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૮૦૭૭ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૭૮૩૮૫ અને નીચામાં રૂ.૭૮૦૦૦ના મથાળે અથડાઈ,
રૂ.૭૭૭૪૯ના આગલા બંધ સામે રૂ.૫૫૪ વધી રૂ.૭૮૩૦૩ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાનો દૂર ડિલિવરીનો ફેબ્રુઆરી વાયદો ઉપરમાં રૂ.૭૮,૮૯૦ના ઊંચા સ્તરને સ્પર્શ્યો હતો.
આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૯૩ વધી રૂ.૬૨૮૧૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૬૯ વધી રૂ.૭૬૪૧ના ભાવે બોલાયો હતો. સોનું-મિની
ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૬૩૬ વધી રૂ.૭૭૭૯૫ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૭૧૯૦ના ભાવે ખૂલી,
ઉપરમાં રૂ.૯૮૨૨૪ અને નીચામાં રૂ.૯૭૧૯૦ના મથાળે અથડાઈ, રૂ.૯૫૪૦૨ના આગલા બંધ સામે રૂ.૨૪૭૮ વધી રૂ.૯૭૮૮૦ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીનો દૂર ડિલિવરીનો માર્ચ વાયદો ઉપરમાં રૂ.૧,૦૦,૫૬૪ અને મે વાયદો ઉપરમાં રૂ.૧,૦૨,૧૫૦ના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો.
આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.૨૪૯૫ વધી રૂ.૯૭૬૭૭ના સ્તરે પહોંચ્યો હતો.
જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.૨૪૯૫ વધી રૂ.૯૭૬૬૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
Read More : કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ જણાવ્યા અનુસાર મુંબઈ જઈ રહેલા એક મુસાફર તરફથી મૌખિક બોમ્બની ધમકી મળી હતી.