Ahmedabad : મોડી રાતે લગભગ 2:30 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી.
ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 25 ડબા પાટા પરથી ખડી પડતાં હાહાકાર મચી ગયો હતો.
આ દુર્ઘટના ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સર્જાઈ હતી.
ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને
એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની.
કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2.45 વાગ્યે આ અકસ્માત થયો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
ડ્રાઇવરે જણાવ્યું કે પથ્થર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.
ઝાંસી ડીઆરએમ દીપક સિંહે કહ્યું- અકસ્માત સમયે મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો હતો. આ અંગે તપાસ કરવામાં આવશે.
Read More : Ahmedabad : 24 કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો અમદાવાદ બંધની ચિમકી
Ahmedabad ટ્રેનોની અવર-જવરને અસર થઈ
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે.
સાબરમતી એક્સપ્રેસના મુસાફરોની આગળની યાત્રા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે.
કાનપુરમાં ટ્રેન દુર્ઘટના અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું ટ્રેનમાં જોરદાર આંચકાના ચિહ્નો જોવા મળ્યા છે.
આઈબી અને યુપી પોલીસ આ અંગે કામ કરી રહી છે.
ટ્રેનમાં સવાર મુસાફરો કે રેલવે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી.
અમદાવાદની આગળની મુસાફરી માટે મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
Read More : edible oil : ઘર માટે તેલનો ડબ્બો લાવતી વખતે વેપારીઓની ચાલાકીથી સાવધાન, નહીંતર થશે મોટું નુકસાન!