અમદાવાદમાં નશેડી ડ્રાઇવરોની અસાવધાનતા, અકસ્માતમાં બે યુવકોને જીવ ગુમાવવો પડયો

By dolly gohel - author

અમદાવાદમાં નશેડી ડ્રાઇવરોની અસાવધાનતા

અમદાવાદ શહેરના માર્ગો હવે સામાન્ય જનતા માટે સુરક્ષિત રહ્યા નથી.મોત સતત માથે મંડરાતું રહે છે.

શહેરના માર્ગો પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનના કેસ સતત સામે આવી રહ્યા છે.

રીપલ પંચાલે સર્જેલા અકસ્માતને લોકો હજુ ભૂલ્યા નથી ત્યાં તો અમદાવાદના નરોડા-દહેગામ પર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર

હંકારી બે યુવકોનો ભોગ લીધો છે.

અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા  કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.

જોકે આ પ્રકારની ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની જતાં કથળતા જતા કાયદા અને વ્યવસ્થાને સામે સવાલો ઉઠી રહ્યા છે. 

 

 

 

 

અમદાવાદમાં નશેડી ડ્રાઇવરોની અસાવધાનતા

read more: 

નવસારીમાં શિયાળાની શરૂઆત: તાપમાન 14.6 ડિગ્રી સુધી ઘટ્યું, ઠંડીનો અનુભવ વધ્યો

શું આવનારા બજેટમાં ઇન્કમ ટેક્સના દરમાં કાપ મૂકાશે? જાણો સરકારની રણનીતિ

 

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક્ટિવા પર જઇ રહેલા બે યુવકોને રહ્યા હતા.

 આ દરમિયાન પીધેલી હાલતમાં કાર ચલાવી રહેલા ગોપાલ પટેલ નામના યુવકે પૂરપાટ ઝડપે

કાર ડિવાઇડર ચઢાવી દેતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી. આ દરમિયાન

એક્ટિવા પર આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડને ટક્કર મારતાં બંને

યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર

કાર ચાલક ગોપાલ પટેલ નામનો શખ્સ નશામાં ટલ્લી હતો અને લથડીયા ખાતો હતો.

અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોને કાર ચાલકને પકડી પાડી મેથીપાક પણ ચખાડ્યો હતો.

આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

read more :

Abha Power and Steel IPO Day 3 : GMP અને સબ્સ્ક્રિપ્શનની તાજા માહિતી મેળવો

Godavari biorefineries today news :રોકાણકારો માટે ધમાકેદાર ધોકો! શેરનો શુભારંભ શુભ નહીં, રોકાણકારોના ચહેરા ઉતર્યા

દિવાળી 2024 : યુપીમાં દિવસની દિવાળી સરકારી રજા, નવી વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં અયોધ્યાનગરી

India GDP Data : 2025માં GDPમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો, ભારતની અર્થવ્યવસ્થા માટે માઠા સમાચાર

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.