Ahmedabad News : હાઉસિંગ બોર્ડ ની લાપરવાહી ના કારણે , 450 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમ મા મૂકાયુ છે

28 01

Ahmedabad News 

ગુજરાતમાં તંત્રની બેદરકારીના કારણે અનેકો બાળકોનું ભવિષ્ય જોખમાયું છે.

અમદાવાદ શહેરમાં 20 વર્ષ પહેલાંની જ્યાં શાળા બની ચુકી છે, ત્યાં હવે એકદમ ઉંઘમાંથી જાગેલા તંત્રને યાદ આવ્યું છે.

કે આ જગ્યા તો હાઉસિંગ બોર્ડની છે.

20 વર્ષથી જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તે શાળાને 30 દિવસમાં ખાલી કરવા હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી છે.

એકાએક આવી એક નહીં પરંતુ ત્રણ શાળાઓ ધ્યાને આવી, જેણે હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે શાળા બનાવી છે.

 બાપુનગરની આવી ત્રણ શાળાઓને 30 દિવસમાં શાળા ખાલી કરવાની નોટિસ આપી ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

પોતાની જગ્યા પર થયેલાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 

 

28 01

Ahmedabad News 

આ નોટિસ ના કારણે  450 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું

નોંધનીય છે કે, એબી વિદ્યાલયમાં આશરે 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

ત્યારે 30 દિવસમાં શાળા ખાલી કરવાના આદેશને લઈને બાળકો અધવચ્ચે ક્યાં અભ્યાસ માટે જશે?

હાઉસિંગ બોર્ડના સફાળા જાગીને લેવામાં આવેલા આ નિર્ણયના કારણે 450થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.

આ સિવાય અન્ય બે પ્રી-સ્કૂલમાં પણ નાનાં ભૂલકાંઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. 

 

READ  MORE  :

Baroda News : કમાટીબાગ પ્રાણીસંગ્રહાલય માં નવા અતિથિઓનું આગમન, વાઘ અને વાઘણની જોડીએ કર્યો પ્રવેશ

દિવાળીમાં ચોટીલાની યાત્રાનું આયોજન કરો છો? દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધ કરો.

India News : વાયનાડની પેટા ચૂંટણી ની આગળ તવા પર પ્રિયંકાની ટ્રેનિંગ શરૂ

28 02

આ પગલા એ  શિક્ષણ વિભાગની જાણ બહાર લેવાયા  છે .

જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, અમને મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું છે.

ત્રણ શાળાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

હાઉસિંગ બોર્ડે નોટિસમાં લખ્યું છે કે, હાઉસિંગની જગ્યાએ શાળાઓનું બાંધકામ થયું હોવાથી તેમને નોટિસ આપવામાં આવી છે.

પરંતુ આ પ્રકારની કોઈ નોટિસ કે જાણકારી અત્રેની કચેરીને આપવામાં નથી આવી.

અત્રેની કચેરીને જો આ પ્રકારની કોઈ માહિતી આપવામાં આવશે, તો અમે એ પ્રકારે વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા સંબંધિત

જે કોઈ કાર્યવાહી કરવાની થશે તે કરીશું. જેના કારણે બાળકોનું ભવિષ્ય ન બગડે. 

 

એક નોટિસે અનેક બાળકો ના  ભવિષ્ય  બગાડયા છે. 

ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, હાઉસિંગ બોર્ડ દ્વારા સત્રની અધવચ્ચે આવો એકાએક નિર્ણય કેમ લીધો?

અને જો આ શાળા હાઉસિંગની જગ્યાએ બનાવવામાં આવી રહી હતી

તો જ્યારે શાળા બની ત્યારે જ નોટિસ આફીને રોકવામાં કેમ ન આવ્યું? તેમજ શિક્ષણ વિભાગને સાથે લઈ તંત્રએ કામ કેમ ન કર્યું?

આ તમામ જે વિદ્યાર્થીઓનું ભણતર બગડશે તેની જવાબદારી કોણ લેશે?

હાઉસિંગ બોર્ડની આ એક નોટિસના કારણે અનેક સવાલ ઉભા થયાં છે, જેના જવાબ પર અનેક બાળકોનું ભવિષ્ય ટકેલું છે.

 

READ   MORE  :

કેનેડામાં વોલમાર્ટના વોક-ઈન ઓવનમાં મૃત્યુ પામેલી ભારતીય મહિલાના પરિવારને આર્થિક સહાય માટે રૂ. 1 કરોડ એકત્ર કરવામાં આવ્યા

પાકિસ્તાની TikTok સ્ટાર મિનાહિલ મલિકનો અંગત વીડિયો લીક થતાં સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ

નીંદા, સંયમની હાકલ : ઇઝરાયેલના ઇરાન હુમલાઓ પર વિશ્વની પ્રતિક્રિયા

Share This Article