અમદાવાદમાં આરટીઓ એજન્ટ
અમદાવાદ આરટીઓના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવે છે કે આરટીઓમાં એજન્ટ પ્રથા ચાલતી જ નથી.
પરંતુ, આરટીઓની બહાર જ એજન્ટ લાયસન્સ ઇસ્યુ કરાવતી બીજી ઓફિસ ધરાવે છે.
પરંતુ, એેજન્ટોની ઓફિસ સિનિયર અધિકારીઓની સુચનાથી ચલાવવામાં આવે છે.
જેમાં કોઇને વાહન ન આવડતુ હોય તો પણ પાકુ લાયસન્સ માત્ર 17 હજારમાં અને જો વાહન આવડતુ હોય.
તો લાયસન્સ સાડા સાત હજારમાં જ અપાવવાની ખાતરી આપવામાં આવે છે.
જો કે તેમ છતાંય, આરટીઓના અધિકારીઓના દાવા છે કે એજન્ટ પ્રથા નાબુદ છે.
આરટીઓ અમદાવાદમાં કાયદેસર રીતે લાયસન્સ કઢાવવા માટે નિયમોનું પાલન કરવાનું અને ડ્રાઇવીંગ ટ્રેક પર ટેસ્ટ આપવાની હોય છે.
પરંતુ, આ નિયમ આરટીઓએ નક્કી કરેલા હોય તે મુજબ થતા હોય છે. પરંતુ, અમદાવાદ આરટીઓની બહાર એજન્ટોનુ રાજ ચાલે છે.
જે કોઇપણ વ્યક્તિને લાયસન્સ અપાવવાની તાકાત રાખે છે. જે આરટીઓના અધિકારીઓની સુચના મુજબ કામ કરે છે.
અમદાવાદમાં આરટીઓ એજન્ટ
READ MORE :
Mobikwik IPO day 1 : GMP અને સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, શું તમારે અરજી કરવી જોઈએ?
જેમાં સુભાષબ્રીજ આરટીઓ કચેરી બહાર એક એજન્ટ એક વ્યક્તિને સાડા સાત હજારમાં જ લાયસન્સ અપાવવાની ખાતરી આપે છે.
જેમાં બે હજાર રૂપિયા લઇનેબે દિવસમાં કાચુ લાયસન્સ આપી દેવાની અને તે પછી દોઢ મહિનામાં પાકુ લાયસન્સ અપાવી દેશે.
આ માટે ખાલી વાહનના સ્ટીયરીંગ પર બેસવાનું રહે છે
આ લાયસન્સ વસ્ત્રાલ કે અન્ય આરટીઓમાં તૈયાર કરી આપશે.
જ્યારે આ એજન્ટ તે વ્યક્તિની પત્નીને કોઇ વાહન ન આવડતુ હોય તો પણ તેને માત્ર 17 હજારમાં ડ્રાઇવીગ લાયસન્સ કોઇ પણ ટેસ્ટ
અપાવવાની ખાતરી આપે છે. આ એજન્ટની સાથે એક મહિલા એજન્ટ પણ ત્યાં જોવા મળી હતી.
આમ, આરટીઓમાં એજન્ટ પ્રથા ન હોવાના દાવા ફરી નિષ્ફળ ગયા છે.
READ MORE :
અમદાવાદથી નવા રાહનું અમલ: 4 શહેર માટે સીધી ફ્લાઇટ શરૂ, મુસાફરીમાં સરળતા
Nisus Finance Services shares : BSE SME પર નોંધપાત્ર 25% પ્રીમિયમ પર લિસ્ટ થયા