અમદાવાદ
મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં ક્રિકેટ-પ્લે ગ્રાઉન્ડ બનાવાશે.
વિવિધ 6 ઝોનમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.
શહેરના જુદા જુદા ઝોનમાં કોર્પોરેશન દ્વારા 19 જેટલા પ્લોટમાં પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે.
GMDC ગ્રાઉન્ડમાં જે પ્રમાણે શહેરીજનો ક્રિકેટ રમે છે તે પ્રકારના ગ્રાઉન્ડ અમદાવાદના જુદા જુદા ઝોનમાં બનાવવામાં આવશે.
ગ્રાઉન્ડમાં 50 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું, મહાનગર પાલિકા દ્વારા ઝીરો બજેટમાંથી ક્રિકેટના ગ્રાઉન્ડ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું.
મહાનગરની અંદર, 6 ઝોનની અંદર 18 જગ્યાએ ક્રિકેટના ગાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટીવીટી માટે નક્કી કરી દેવામાં આવ્યા છે.
આ ગ્રાઉન્ડ તૈયાર થઈ જતા તેની પાછળ કમ્પાઉન્ડ વોલ, 50 જેટલા લોકો બેસી શકે તેવી સીટીંગ વ્યવસ્થા અને ચેન્જિંગ રૂમ જેવી વ્યવસ્થા
પૂરી પાડવામાં આવશે.
આવનારા સમયગાળામાં 6-7 મહિનાની અંદર આ તમામ ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે.
પરિણામે હાલ બધા જ લોકો યુનિવર્સીટી ગ્રાઉન્ડમાં ભેગા થાય છે. જ્યાં દર શનિ-રવિવારે હજારોની સંખ્યામાં યુવાનો ભેગા થાય છે.
ત્યારે મહાનગરપાલિકા દ્વારા દરેકને પોતાના વિસ્તારોમાં જ ગ્રાઉન્ડ મળી રહે, છોકરાઓ ત્યાં રમે,
ખેલદિલીની ભાવના જાગે, સ્વસ્થ બને અને પોતાની કારકિર્દીમાં આગળ વધે તે માટે આ એક નિર્ણય કરવામાં આવ્યો છે.
READ MORE :
પ્લેગ્રાઉન્ડ બનાવવાની વાતથી શહેરજીનો ખુશ
અમદાવાદ જેવા મેગા સિટીમાં મોટા ભાગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે મોટી મોટી બિલ્ડિંગો બનતી રહેતી હોય છે.
જો કે પ્લેગ્રાઉન્ડ બનાવવાની વાતથી શહેરજીનો ખુશ થયા છે. મહત્ત્વનું છે કે અમદાવાદ મનપા આયોજન તો મોટા મોટા કરે છે.
પરંતુ તેનો અમલ કે સાર સંભાળ નથી કરી શકતું. અથવા અમલ કરવામાં પણ વર્ષોના વર્ષો વીતી જાય છે.
મનપાએ શહેરમાં 40થી વધુ ટેનીસ કોર્ટ બનાવ્યા જે આજે ધૂળ ખાઈ રહ્યા છે.
READ MORE :
Environmental protection : “વૃક્ષ માતા” તુલસી ગૌડાનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
મોદીસાહેબનો કુવૈતમાં ધમાલો, બે દિવસ જાફ્ફા અને ફાફડાની મહેફિલ
અટલજી મને એક માર્ગદર્શક, મિત્ર અને વડીલ બંને હતા. મને તેમને યાદ કરવામાં ગર્વ થાય છે – PM મોદી