અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ બંધ
શહેરમાં મહાનગર પાલિકાના લાઇટ વિભાગમાં જ અંધારપટ સર્જાઇ ગયુ છે.
શહેરમાં આવેલા હજારો લાઇટ પોલના મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છતાં નવો કોન્ટ્રાક્ટ ન મળતા પ્રજાને આ મુસીબત ભોગવવી પડી રહી છે.
લાઈટ પોલ બંધની ફરિયાદનો નિકાલ ન થતો હોવાની ફરિયાદ ઉઠી છે.
કમિશનર દ્વારા પણ લાઇટ વિભાગના અધિકારીઓને આ મુદા ને આડેહાથ લેવામાં આવ્યા છે.
તેમ છતાં અધિકારીઓને કોઈ ફરક ન હોય તેવો ઘાટ સર્જાયો છે.
AMCના સૂત્રો કહી રહ્યા છે કે AMCના લાઇટ વિભાગ દ્વારા જે કોન્ટ્રાક્ટરને લાઇટ પોલ રિપેરિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
તે કોન્ટ્રાક્ટર AMC ઉચ્ચ અધિકારીઓની લાગવગથી કામ કરી રહ્યો હતો.
આ કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની પણ મીલીભગત હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા શરત મુજબ મેન પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
ઓછો સ્ટાફ મૂકી મોટી રકમ AMC પાસેથી લેવામાં આવી હતી. મેન પાવર ઓછો હોવાથી સતત છેલ્લા વર્ષમાં લાઇટ પોલની ફરિયાદ પણ વધી રહી હતી.
અધિકારી અને કોન્ટ્રાક્ટર ની મીલીભગત હોવાથી તમામ લોકો ચૂપ હતા.
દર મહિને બિલની મંજૂરી મળી રહી હતી અને પ્રજા માત્ર ફરિયાદ પર ફરિયાદ કરી રહી હતી.
આમ અધિકારીઓના શેટિંગ હોવાથી કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી.
આખરે એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે તેમ છતાં અન્ય એજન્સી કે કોન્ટ્રાક્ટર કેમ નથી અપાયો તે સવાલ છે.
AMC કમિશનર એમ. થેન્નારસન દ્વારા પણ લાઇટ વિભાગના અધિકારીઓને રિવ્યૂ બેઠકમાં ખખડાવ્યા હતા.
અને કહ્યું હતું કે કેમ પ્રજાની આટલી બધી ફરિયાદો પોલ બંધની મળી રહી છે.
અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ બંધ
AMC લાઇટ વિભાગના અધિકારી એમ. કે. નિનામાએ જણાવ્યું કે અન્ય એજન્સીને અત્યારે કામ આપવામાં આવ્યું છે.
છેલ્લા ચાર દિવસથી 1500 થી વધુ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. બે વાર ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે.
પહેલી વાર સિંગલ ટેન્ડર આવ્યું હતું જેથી બીજી વાર બે ટેન્ડર આવ્યા હતા.
ફક્ત એક જ ટેન્ડર ટેક્નિકલ લાયક હતું તેથી ત્રીજી વાર ટેન્ડર મંગાવવામાં જઈ રહ્યા છીએ.
ગુજરાતની સૌથી મોટી કોર્પોરેશનમાં જ અંધારપટ ચાલી રહ્યું છે.
જે મહાનગર પાલિકા પ્રજાના વિકાસ માટે 12 હજાર કરોડના વાર્ષિક બજેટ તૈયાર કરતું હોય છે .
તે AMC પાસે આજે પોલ રિપેરિંગ માટે કોઈ એજન્સી મળતી નથી.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરીજનોની ફરિયાદ નિકાલ કરવામાં આવશે.
જે અધિકારીની ભૂલ હશે તેની પાસે જવાબ માંગવામાં આવશે.
READ MORE :
Reliance Power share price : PFC ની ₹3760 કરોડની ટર્મ લોન PFC તરફથી ધ્યાન કેન્દ્રિત કરે છે
Gujarat News : આંગડિયા પેઢીમાં અમદાવાદ પોલીસની કાર્યવાહી, ક્રિપ્ટો કરન્સીના ખેલમાં 25 લાખનો પર્દાફાશ