અમદાવાદમાં દુ:ખદ ઘટના
અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું અચાનક મોત નિપજ્યાંની ચોંકાવનારી ઘટના સામે આવી છે
ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકી સીડી પર જઈ રહી હતી તે સમયે છાતીમાં દુખાવો શરૂ થયો હતો.
જેથી બાળકી લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી.
આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો .
પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પરંતુ હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી.
આ બાળકીનું શાળામાં અચાનક મોત થતા ચકચાર મચી જવા પામી હતી.
READ MORE :
વડાપ્રધાન મોદી 71,000 યુવાનોને નોકરીની ભેટ આપશે, રોજગાર મેળામાં નીમણૂકપત્રનું વિતરણ !
ટ્રાફિક રૂલ તોડનારાઓ સાવધાન! અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 1360થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ !
અમદાવાદમાં દુ:ખદ ઘટના
હાલ કાર્ડીયાક એરેસ્ટના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
મૃતક વિદ્યાર્થિની ગાર્ગી તુષાર રાણપરા એ અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી.
તેના માતા પિતા મુંબઈમા રહેતા હોવાથી તેમને આ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી હતી.
વિદ્યાર્થિનીને સ્કૂલમાં એડમિશન મળ્યું ત્યારે કોઈ બિમારી નહોતી. શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ ઘટનામાં પોલીસે સ્કૂલમાં પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાંચ અને બોડકદેવ પોલીસે ડોગ સ્ક્વોર્ડ સાથે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી.
એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી બાળકીને ન હતી.
એડમિશન લેતા સમયે અમે બાળકીને કોઈ પણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે
અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડયો હતો.
READ MORE :
હરણી લેક દુર્ઘટના બાદ કડક કાર્યવાહી : નિવૃત્ત કાર્યપાલક ઈજનેરના પેન્શનમાંથી દંડ વસૂલાશે
મોદી સરકારની કડક કાર્યવાહી: નવા સિમ કાર્ડના આ નિયમો જાણો, નહીં તો બ્લેકલિસ્ટ કરવામાં આવશે
“અમદાવાદ મહાનગરપાલિકાને 4.92 કરોડ રૂપિયાની આવક, 3 દિવસમાં 1.58 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાતે”