અમેરિકામાં ફરીથી વિમાન દુર્ઘટના : ન્યુયોર્ક જતી ફ્લાઈટમાં ભયાનક આગ, પાઇલટની ઝડપી કાર્યવાહીથી તમામ યાત્રીઓ સલામત

અમેરિકામાં ફરીથી વિમાન દુર્ઘટના

અમેરિકાથી ફરી એકવાર વિમાન દુર્ઘટના ના સમાચાર આવી રહ્યા છે.

રવિવારે હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગવાના કારણે ટેકઓફના થોડા સમય પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું.

ફ્લાઇટ 1382 એ સવારે 8.30 વાગ્યે જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટથી લાગાર્ડિયા એરપોર્ટ માટે રવાના થવાની હતી.

ત્યારે ક્રૂને એન્જિનમાં ગરબડી હોવાનો સંકેત મળ્યો હતો .

જેથી રનવે પર ટેકઓફ રદ કરવામાં આવ્યો. એરલાઈન દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં આ અકસ્માત અંગે માહિતી આપવામાં આવી હતી.

આ અંગે ફેડરલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું  કે, એન્જિનમાં કોઈ પ્રોબલ્મ થયો હતો જેના કારણે ટેકઓફ કેન્સલ કરવામાં આવ્યું હતું. 

અને મુસાફરોને રનવે પર જ ઉતારવામાં આવ્યા જે બાદ બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા.

 

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 104 મુસાફરો ને સ્લાઇડ્સ અને સીડીઓનો ઉપયોગ કરીને વિમાનમાંથી રનવે પર સુરક્ષિત રીતે નીચે

ઉતારવામાં આવ્યા હતા.

જે પછી બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા અને તેમને કોઈ પણ ઈજા થઈ નથી.

અમેરિકામાં ફરીથી વિમાન દુર્ઘટના 

વિમાનના એક એન્જિનમાંથી ધુમાડો અને આગ નીકળતો હતો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ જઈ રહેલા એરબસ A319 વિમાનના એક એન્જિનમાંથી ધુમાડો

અને આગ નીકળતી જોવા મળે છે.

યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે, મુસાફરોને રવિવારે બપોરે બીજી ફ્લાઇટ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા હતા.

 

તાજેતરમાં જ વિમાન દુર્ઘટના બની હતી

હાલમાં જ વોશિંગ્ટનની બહાર રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે 

અથડાયું હતું.

અકસ્માતને કારણે બંને વિમાન એ  પોટોમેક નદીમાં પડી ગયા હતા.

યુએસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે 67  લોકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે.

શુક્રવારે રાત્રે, ફિલાડેલ્ફિયામાં એક મોલ નજીક બીજું વિમાન ક્રેશ થયું હતું.

જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા.

 

READ MORE :

BEML Share : ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નિર્માણ કરશે , ટ્રેનો માટે રૂ. 866.87 કરોડનો કરાર

રશિયા-યુક્રેન યુદ્ધમાં કિમ જોંગ ઉનની એન્ટ્રીથી યુરોપ-અમેરિકાની ઊંઘ ઊડી

Share This Article