જુગાર કેસમાં તોડપાણીના આરોપ: PI-કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો, SP રાયની તપાસમાં મોટો ખુલાસો

By dolly gohel - author

જુગાર કેસમાં તોડપાણીના આરોપ

મોરબીના સૌથી ચર્ચિત જુગારના કેસમાં મોટો ધડાકો થયો છે.

રાજકોટના જાણિતા સોની ભાસ્કર પારેખ સહિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જુગારના કેસમાં ફસાવીને 63 લાખની તોડબાજી કરવાના કેસમાં

પીઆઇ વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચારનાપગલે પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે. તોડબાજ પોલીસકર્મીઓનો પરસેવો છુટવા લાગ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટરવાય. કે. ગોહિલે એક હોટલમાં ગત 27 ઓક્ટબરે રેડ પાડી લાખો રૂપિયાનો તોડ કર્યો

હોવાની ચર્ચાએ ચર્ચાએ જોર પકડ્યું હતું.

ત્યારબાદ ખોટો કેસ કરવામાં આવ્યો હોવાની ડીજીપીને લેખિત અરજી કરવામાં આવી હતી.

અરજી બાદ સ્ટેટ મોનિટરિંગસેલના (SMC) એસપી નિર્લિપ્ત રાય આ કેસની તપાસ કરી રહ્યા હતા.

એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં ધડાકો કરવામાં આવ્યો છે. 

જુગાર કેસમાં તોડપાણીના આરોપ

READ MORE  : 

હું અયોધ્યા ચુકાદાનો બચાવ કરવાનો ઈનકાર કરું છું જસ્ટિસ નરીમન સમક્ષ પૂર્વ સીજેઆઈની ટકોર

કોરોના મહામારી વચ્ચે ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય, વેક્સિનનો વિરોધ કરનારને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા

તપાસમાં મોરબી પાસે આવેલા ટંકારાના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટા કેસમાં પડાવી 63 લાખ પડાવી લીધા

હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. આ કેસમાં  માર નહીં મારવાના ,લોકઅપ માં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના માટે

પીઆઇ વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સહિત પોલીસકર્મીઓ પૈસા પડાવ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને નિવેદનો સહિતના પુરાવાઓના આધારે પોલીસની કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. 

જોકે આ કેસના આરોપી લાંચિયા પી.આઇ વાય.કે. ગોહિલને અને કોન્સ્ટેબલ મહિપતસિંહને સસ્પેંડ કરાયા બાદ લાપતા હોવાથી શોધખોળ

ચાલી રહી છે.

હાલમાં આ કેસમાં તત્કાલીન  PI અને હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ અને ખોટા દસ્તાવેજ ઊભા કરવાનો ગુનો નોંધાયો છે.

 

READ MORE : 

માં અંબાના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી થશે પોષી પૂનમે, ભક્તો માટે વ્યવસ્થા કેવી રહેશે ? તે જાણો !

એસિડ અને પામ ઓઈલથી બનતું નકલી પનીર: પનીરપ્રેમીઓ માટે ચેતવણી

વડોદરામાં શિક્ષકોની બદલીઓ માટે ટેકનોલોજી આધારિત કેમ્પ: નવી પદ્ધતિઓનો સમાવેશ

અદિતિ અને સિદ્ધાર્થ : રીતે બને ના બીજા લગન મા સાચા પ્રેમની નવી શુરૂઆત!

વાવ પેટા ચૂંટણી: રોમાંચક બેઠક માટે મતદાન શરૂ, ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.