અંબાલાલની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાતમાં અસર જોવા મળતા ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ત્યારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાન ઊંચું ગયું છે. રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
તો બપોરનાં સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે.
આ બાબતે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.
ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં પલટો આવશે તેમજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
મંગળવારે ગુજરાતનાં નલિયામાં સૌથી ઠંડુગાર રહેવા પામ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાવા પામ્યું હતું.
ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ સુકૂ રહેશે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે.
અંબાલાલની આગાહી
22 જાન્યુઆરીથી પવનની દિશા બદલાશે
આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે.
જે બાદ આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. જેના કારણે ઠંડી વધશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈ આગાહી કરી કે, 22 જાન્યુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે.
તેમજ 22 જાન્યુઆરીથી પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે.
તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ફરી ફેરફાર જોવા મળશે.
જાન્યુઆરીનાં અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં પલ્ટો આવશે.
તેમજ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળશે તેમજ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે.
કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે.
READ MORE :
જાન્યુઆરીના મધ્યમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને ઠંડી સાથે માવઠા આવવાની આગાહી કરવામા આવી છે
તાપમાનમાં ઘટાડો થવાને કારણે રહેવાસીઓને આગામી શીત લહેર ના કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી બની જશે.
આજથી પશ્ચિમી વિક્ષેપો ના કારણે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા જોવા મળશે.
પશ્ચિમી વિક્ષેપ મધ્યમ હોવાથી, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઠંડીની અસર રહેશે.
જેમાં ગુજરાતનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ ઠંડીનો અનુભવ થશે.
READ MORE :
IMDની આગાહી : આગામી દિવસોમાં વીજળીના કડાકા સાથે વરસાદનું જોખમ અમુક રાજ્યોમાં હવામાનમાં ફેરફાર થશે
હવામાન વિભાગની આગાહી: રાજ્યભરમાં ઠંડીની અસર યથાવત, તાપમાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા
Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ