અંબાલાલ પટેલની આગાહી
Contents
ગુજરાત તરફ આવી રહેલી સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે.
જેથી આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે.
પરંતું આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્ર મા
ભેજ સર્જાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે.
તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠા આવવા ની આગાહી વ્યક્ત કરી છે.
તેમજ આગામી સમયમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે.
