અંબાલાલ પટેલની વરસાદની વધુ એક ચોંકાવનારી આગાહી,ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશર, વરસાદ પડશે

અંબાલાલ પટેલ

હાલ ગુજરાતમા ઠંડીનું વાતાવરણ છે ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે

ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને

ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.

 
 
 

અંબાલાલ પટેલ

15.9 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે

આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે.

અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે.

Read More : રાજકોટમાં 60 લાખનું મોટું GST કૌભાંડ સામે આવ્યું, 14 પેઢી વિરુદ્ધ કાર્યવાહી

શ્રદ્ધાળુઓ માટે સુખદ સમાચાર: ચારધામ યાત્રામાં મળશે આ નવી સુવિધા, હવે યાત્રા થશે વધુ આરામદાયક

જમ્મુ-કાશ્મીરમાં બંધારણ દિવસની પ્રથમ ઉજવણી: ઓમર અબ્દુલ્લાના મુખ્યમંત્રીકાળના મંત્રીએ પ્રસ્તાવના વાંચી

સંભલ હિંસા: 800 આરોપીઓ પર કેસ, ડ્રોનની મદદથી તસવીરો મળી

 
Share This Article