India News
તિરુપતિ પ્રસાદીની ચર્ચા વચ્ચે રામ મંદિર તરફથી આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ શાંત નથી થયો.
ત્યાં હવે ઉત્તર પ્રદેશના અયોધ્ય રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદના રૂપે વહેંચવામાં આવતા ઈલાયચીના દાણાના નમૂના તપાસ માટે ઝાંસીની
એક સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદના રૂપે વહેંચવામાં આવતા ઈલાયચીના દાણાના નમીના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જમા
કરવામાં આવ્યા છે.
India News
ઝાંસીની એક સરકારી પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવાયા ત્યા પરીક્ષણ કરવામાં આવશે.
રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ‘દરરોજ પવિત્ર પ્રસાદના રૂપે અંદાજિત 80 હજાર ઈલાયચીના પેકેટનું
વિતરણ કરવામાં આવે છે.
આસિસ્ટન્ટ ફૂડ કમિશનર માણિક ચંદ સિંહે જણાવ્યું હતું કે, IGRS દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના પગલે,
હૈદરગંજ વિસ્તારથી નમૂના ખરીદવામાં આવ્યા, જ્યાં ઈલાયચી દાણાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે.
આ નમૂનાને વ્યાપક પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઝાંસીની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
તિરુપતિ પ્રસાદીની ચર્ચા એ શુ છે?
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુ ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો.
જોકે, પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય નિવેદન જણાવ્યું હતું.
દેશના સૌથી અમીર મંદિરનું સંચાલન કરનાર બોર્ડે શુક્રવારે મંદિર ના પ્રસાદ મા ભેળસેળ છે તેનો ખુલાસો કર્યો હતો .
તિરૂપતિ મંદિરના પ્રસાદની ગુણવત્તાની તપાસ માટે મોકલેલા નમૂનામાં ખરાબ ગુણવત્તાવાળું ઘી અને પશુની ચરબીની ભેળસેળની જાણ થઈ છે.
આ મુદ્દાને લઈને ભૂતપૂર્વ વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી જનગમોહન રેડ્ડીએ તેને ધ્યાન ભટકાવવાની રાજનીતિ જણાવ્યું હતું.
મંદિર ના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તે સાઇટ પર ઓફર કરવામાં આવતા પ્રસાદની શુદ્ધતાની ખાતરી કરવા માટે પણ પગલાં લઈ રહ્યું છે.
પ્રસાદ ના ગુણવત્તાની તપાસ કરવા અને સંભવિત રીતે તેની પોતાની પ્રસાદ ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના છે
YSRCP એ રાજકીય લાભ માટે નાયડુ પર પાયાવિહોણા આક્ષેપો કરવાનો આરોપ લગાવીને જવાબ આપ્યો.
જેના કારણે દાવાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી.
રાજ્યમાં શુદ્ધ અને વનસ્પતિ ઘી પર કડક કાયદો