દેશમાં શરૂ થશે અમૃત ભારત ટ્રેન
વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સાથે સાથે ભારતીય રેલવે વધુ એક આધુનિક સૂપરફાસ્ટ ટ્રેન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ભારતીય રેલવે ને આધુનિક ટેકનોલોજી અને સુવિધાથી સજ્જ કરવામાં આ રહી છે.
જે અન્વયે તાજેતરમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશમાં આગામી મહિનામાં અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે.
આગામી બે વર્ષમાં 50 નવી અમૃત ભારત ટ્રેનનો સેટ તૈયાર થઈ દશે. આ ટ્રેન 130ની સ્પીડે દોડશે.
આ ટ્રેન સસ્તું ભાડું, સુરક્ષિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.
અમૃત ભારત ટ્રેનનો ઉદ્દેશ લાંબા અંતરની યાત્રાને આરામદાયક બનાવવાનો છે.
જે લોકો ઓછા ભાડામાં ઉત્કૃષ્ટ સેવા ઈચ્છે છે તેમના માટે આ સુવિધા ખાસ હશે.
પ્રથમ રેક થોડા દિવસોમાં જ તૈયાર થઈ જશે, જ્યારે માર્ચ 2025 સુધીમાં ચાર ટ્રેન તૈયાર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
અમૃત ભારત ટ્રેન એ આધુનિક સુવિધાઓથી સજ્જ છે
અમૃત ભારત વંદે ભારતની જેમ ડિઝાઇન કરાયેલ પુલ-પુશ ટ્રેન છે. તેમાં આગળ અને પાછળ બે એન્જિન છે.
જેના કારણે તે સરળતાથી હાઈ સ્પીડ હાંસલ કરી લે છે. તેમજ ઓછા આંચકા પણ છે.
તેની મહત્તમ ઝડપ 130 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે. તેનું ઈન્ટીરીયર પણ સંપૂર્ણપણે નવું છે.
અમૃત ભારત નોન-એસી ટ્રેન છે જ્યારે વંદે ભારત એસી ટ્રેન છે. અમૃત ભારત પાસે સ્લીપર કોચ છે જ્યારે વંદે ભારત બેઠક ટ્રેન છે.
ટ્રેનમાં સામાનની પૂરતી જગ્યા છે અને સીટો આરામદાયક છે.
અમૃત ભારત ટ્રેનોમાં આધુનિક મોડ્યુલર ટોયલેટ પણ છે.
અમૃત ભારતમાં ઘણા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને મોબાઈલ ધારકો પણ સ્થાપિત છે.
રેલવે સ્ટોક શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે
વંદે ભારત અને અમૃત ભારતની સફળતા પર સવાર થઈને વિવિધ રેલ્વે કંપનીઓ તાજેતરના સમયમાં શેરબજારમાં સારું પ્રદર્શન કરી રહી છે.
તેમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, IRCON ઈન્ટરનેશનલ, IARFC, રેલ વિકાસ નિગમ, BEML, RailTel, Container Corp of India, RITES
અને IRCTCનો સમાવેશ થાય છે. તેઓએ રોકાણકારોને માલામાલ કર્યા છે.
રામનગરી અયોધ્યાથી દેશને પ્રથમ અમૃત ભારત ટ્રેનની ભેટ પણ મળવા જઈ રહી છે.
30 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાથી દિલ્હીની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે અને સાથે જ આ ટ્રેન દિલ્હીથી દરભંગા સુધી જશે.
દેશમાં શરૂ થશે અમૃત ભારત ટ્રેન
READ MORE :
આ ટ્રેન મા સુરક્ષાને પ્રાથમિકતા આપવામા આવી છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ અમૃત ભારત ટ્રેનમાં સુરક્ષાને પ્રાથમિકતા આપીને ક્રેશવર્થી કપલર, ઑન બ્રોડ કંડીશન મોનિટરિંગ
સિસ્ટમ, ઇમરજન્સી લાઇટ જેવી ટેકનિકને પણ સામેલ કરવામાં આવી છે.
આ ટ્રેનોમાં મોબાઇલ મોબાઇલ ચાર્જિંગ સોકેટ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ હશે.
રેલ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ટ્રેનો મુસાફરીના અનુભવને નવા સ્તર પર લઈ જશે.
READ MORE :
ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમની સફળતા, 3.07 કરોડથી વધુ લાભાર્થીઓને લાભ !
Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે

