ભારતીય મૂળની Anita Anand
કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારતીય મૂળના સાંસદ અનિતા આનંદનું નામ વડાપ્રધાન પદ માટે મુખ્ય રીતે વિચારવામાં
આવી રહ્યું છે.
સત્તાધારી લિબરલ પાર્ટી આ વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા નવા વડાપ્રધાનની પસંદગી કરી શકે છે.
પાર્ટીની નેશનલ કોકસની બેઠક પણ બુધવારે એટલે કે આજે યોજાવા જઈ રહી છે.
અનીતાના નામ પર પાર્ટીમાં સહમતિ બની શકે છે. જો આમ થશે તો કેનેડામાં વડાપ્રધાન પદ સુધી પહોંચનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે.
જયા સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પદ પર રહેશે. અનિતા આનંદ લિબરલ પાર્ટીના વરિષ્ઠ સભ્ય છે.
અનિતા આનંદ એ 2019 થી કેનેડિયન સંસદના સભ્ય પણ છે. ટ્રુડો સરકારમાં જાહેર સેવા અને પ્રાપ્તિ મંત્રાલય,
રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય અને ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ સહિત અનેક મુખ્ય પોર્ટફોલિયો સંભાળ્યા છે.
અનિતા આનંદ એ કોણ છે?
ભારતીય મૂળ અનિતા આનંદ નાં માતાપિતા એ 60ના દાયકામાં નાઇજીરિયાથી કૅનેડા આવી નોવા સ્કોશિયામાં સ્થાયી થયાં હતાં.
અનિતાનાં માતાપિતા વ્યવસાયે ડૉક્ટર હતાં. અનિતા આનંદ ની બે બીજી બહેનો છે.
તેઓ ઑક્સફર્ડ અને ક્વીન્સ યુનિવર્સિટીમાં સ્નાતક થયાં અને ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી.
આ સિવાય તેમણે ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર્સ પણ કર્યું છે.
તેના પછી તેમણે ટોરન્ટો યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું.
આ સાથે તેમણે યેલ, ક્વીન્સ અને વેસ્ટર્ન યુનિવર્સિટીમાં પણ કાયદાનું શિક્ષણ આપ્યું છે.
અનિતાને લિબરલ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના જૂથમાં સૌથી મહત્ત્વાકાંક્ષી સભ્યોમાંથી એક માનવામાં આવે છે.
અનિતા આનંદ એ પ્રથમ હિંદુ મહિલા સાંસદ હતા.
અનિતા પોતાની વેબ પ્રોફાઇલ પર પોતાને પ્રથમ હિંદુ મહિલા સાંસદ તરીકે વર્ણવે છે.
તેઓ એમ પણ કહે છે કે તે કૅનેડાનાં પ્રથમ હિંદુ કૅબિનેટ મંત્રી છે.
સાંસદ તરીકે ચૂંટાયા બાદ તરત જ તેઓ મંત્રી બન્યાં અને તેમણે કોવિડ રોગચાળાના પડકારનો સામનો કરવો પડયો.
આ સમય દરમિયાન તેમને રસી અને પીપીઈ કિટને સુરક્ષિત રાખવાના મિશનની જવાબદારી સોંપવામાં આવી હતી.
અનીતા એ કેનેડાનું સંરક્ષણ મંત્રાલય સંભાળનાર બીજી મહિલા છે. અગાઉ 1990માં કિમ કેમ્પબેલે આ જવાબદારી લીધી હતી.
અનિતા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોની એસોસિયેટ ડીન પણ રહી ચૂકી છે.
તેણીએ 1995 માં જોન નોલ્ટન સાથે લગ્ન કર્યા, જેઓ કેનેડિયન વકીલ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ છે.
તેને 4 બાળકો છે. અનિતા આનંદ લિંગ સમાનતાના અવાજભર્યા સમર્થક રહ્યા છે.
તે LGBTQIA+ અધિકારોનું સમર્થન કરે છે.
તેમણે જાતીય ગેરવર્તણૂક સામે લડવા અને કેનેડિયન સંરક્ષણ દળોમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવવાની પહેલ પણ કરી.
પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીના કિમ કેમ્પબેલ 1993માં કેનેડાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
ત્યાર બાદ કેનેડામાં કોઈ મહિલા વડાપ્રધાન પદ સુધી પહોંચી નથી.
ભારતીય મૂળની Anita Anand
READ MORE :
“અમેરિકામાં તીવ્ર બરફના તોફાનની આગાહી: 6 કરોડ લોકોના જીવન પર અસર, એલર્ટ જાહેર”
1 ઓક્ટોબરે યોજાયેલ બહુમત પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનો ટેકો મળ્યો હતો.
કેનેડિયન સંસદ એ 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.
લિબરલ પાર્ટી પાસે બહુમતી મેળવવા અને નવા નેતાની પસંદગી કરવા માટે 60 દિવસથી વધુનો સમય છે.
સતત વધી રહેલી મોંઘવારીને કારણે ટ્રુડો સામે કેનેડિયનો માં નારાજગી છે.
આ સિવાય ટ્રુડો કેનેડામાં કટ્ટરવાદી દળોનો ઉદય, ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અને કોવિડ-19 પછી સર્જાયેલી પરિસ્થિતિને કારણે કેટલાક
સમયથી રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે. જોડાણ તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં હાથ ધરવામાં આવેલા ઇપ્સોસ સર્વેક્ષણમાં, ફક્ત 28% કેનેડિયનોએ કહ્યું કે ટ્રુડોએ ફરીથી ચૂંટણી લડવી જોઈએ.
ટ્રુડોનું એપ્રુવલ રેટિંગ ઘટીને 30% થયું છે. અને તેને નાપસંદ કરનારા લોકોની સંખ્યા 65% સુધી પહોંચી ગઈ છે.
દેશમાં થયેલા અનેક સર્વે અનુસાર જો કેનેડામાં ચૂંટણી થાય તો કન્ઝર્વેટિવ પાર્ટીને બહુમતી મળી શકે છે.
કારણ કે વધતી મોંઘવારીથી જનતા પરેશાન છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરીની સાંજે રાજીનામું આપ્યું હતું.
READ MORE :
“Microsoft ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે: CEO સત્ય નડેલાની મહત્વપૂર્ણ જાહેરાત”
“BRICSમાં નવા સભ્યનો સમાવેશ: આ એશિયાઇ દેશે લીધી બ્રિક્સની સભ્યતા!”