ચાઇનીઝ દોરીના વેચાણ પર
સરકાર દ્વારા એક તરફ લોકોના જીવને જોખમમાં મુકતી અને જીવલેણ ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પણ પ્રતિબંધ ફરમાવ્યો છે
છતાં જીલ્લામાં જાહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
જેમાં અરવલ્લીના ધનસુરામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો.
ધનસુરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો હતો.
જેમાં ત્રણ બોક્સમાંથી 260 ફિરકીઓ ઝડપાઈ હતી.
ગામના દોલપુર રોડ પરથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે રૂપિયા 2,19,500/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ત્યારે આટલો મોટો જથ્થો ઝડપાતા પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.
સમગ્ર ઘટનામાં ધનસુરા પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી.
જેમાં પોલીસે નિલેશ રાવળ, દશરથ પગી અને સુરેશ પ્રજાપતિની અટકાયત કરી હતી.
ચાઇનીઝ દોરીના વેચાણ પર
READ MORE :
શું આવનારા બજેટમાં ઇન્કમ ટેક્સના દરમાં કાપ મૂકાશે? જાણો સરકારની રણનીતિ
પશુ પંખી તેમજ પર્યાવરણને થતા નુકસાન અટકાવવા 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણના તહેવારને અનુલક્ષી મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવા
માટે ઉપયોગમાં લેવાતી ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી, કાચ પાયેલી નાયલોન દોરી, આકાશી ફાનસ, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ,
ચગાવવા તથા ઉપયોગ કરવાનો પ્રતિબંધ પોલીસ દ્વારા લગાવવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ પણ ચાઈનીઝ દોરીને લઈને એક્શન મોડમાં આવી છે. સાયબર ક્રાઇમની ટીમે ઇ-કોમર્સ વેબસાઈટ પર સર્ચ હાથ ધર્યું છે.
ઇ-કોમર્સ વેબસાઈટ પર ચાઈનીઝ દોરીનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યું છે. ઇ-કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે.
ઇ-કોમર્સ વેબસાઈટને પોલીસે નોટિસ પાઠવી છે. અત્રે જણાવીએ કે, પોલીસકમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ મૂક્યો છે.
મકરસંક્રાતિને લઇને ચાઇનીઝ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલો છે.
READ MORE :
બેંકોના ભ્રષ્ટાચારમાં આઠ ગણો વધારો, RBI એ બેંકોને ચેતવણી આપી, કડક આદેશ જારી કર્યો !
ડૉ. મનમોહન સિંહ માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ગૃહમંત્રીએ આપી વિગત
જાન્યુઆરીના મધ્યમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને ઠંડી સાથે માવઠા આવવાની આગાહી કરવામા આવી છે
IT દરોડા: અમદાવાદ, મહેસાણા, મોરબીમાં બિલ્ડરોના સ્થળોએ તપાસ, મોટા ઉદ્યોગપતિઓના નામ ખુલવાની સંભાવના

