‘ઈન્ડિયન આઈડલ 12’ ની સ્પર્ધક રહી ચૂકેલી અરુણિતા કાંજીલાલ આજે એક મોટી સ્ટાર બની ચૂકી છે.
અરુણિતાના અવાજ અને તેની સિંગિંગના ચાહકો દિવાના છે પરંતુ અત્યારે અરુણિતા એક ખાસ કારણે ચર્ચામાં બનેલી છે.
સોશિયલ મીડિયા પર અરુણિતાની અમુક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પ્રેગ્નેન્ટ નજર આવી રહી છે.
એવા સમાચાર આવી રહ્યાં છે કે અરુણિતાને 7 મહિનાનો ગર્ભ છે. તસવીરોમાં અરુણિતા સાડી પહેરેલી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી.
અરુણિતાનો બેબી બમ્પ જોઈને લોકો દંગ રહી ગયા કેમ કે સિંગરના હજુ લગ્ન થયા નથી.
સોશિયલ મીડિયા પર તેમની તસવીર વાયરલ થઈ ગઈ પરંતુ આ હકીકત નથી.
સિંગરે પોતાની પ્રેગ્નેન્સીને લઈને કોઈ પણ ફોટો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યાં નથી.
જોકે બેબી બમ્પ સાથે અરુણિતાની તસવીરો AI થી ક્રિએટ કરવામાં આવી છે.
તેમની તમામ વાયરલ તસવીરો ફેક છે.અરુણિતાની ટીમે હવે તેની વાયરલ પ્રેગ્નેન્સી ફોટોની હકીકત જણાવી છે.
સિંગરની ટીમે કહ્યું કે તેની ફોટો સંપૂર્ણપણે ફેક છે. ટીમે એ પણ કન્ફર્મ કર્યું કે અરુણિતા પ્રેગ્નેન્ટ નથી અને પ્રેગ્નેન્સીના ખોટા સમાચારમાં તેમની કોઈ દખલગિરી નથી.
અરુણિતાની ટીમ મેમ્બરે કહ્યું કે ‘ફેક તસવીરો જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે અમને તેમના વિશે ખબર છે.
આ ખૂબ શરમજનક વાત છે કે અરુણિતા વિશે લોકો આટલી ખરાબ અફવા ફેલાવી રહ્યાં છે. વાયરલ તસવીરો ફેક છે.
તેનું અરુણિતા સાથે કોઈ લેવાદેવા નથી. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવવાથી બચો.
ઈન્ડિયન આઈડલ દરમિયાન એવી ચર્ચા હતી કે અરુણિતા શો ના અન્ય સ્પર્ધક પવનદીપ રાજનને ડેટ કરી રહી છે.
જોકે, બંનેએ હંમેશા રિલેશનશિપ હોવાનો ઈનકાર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે
અમુક ફેક ફોટોમાં અરુણિતાની સાથે પવનદીપ રાજન પણ જોવા મળી રહ્યો છે.
બંને પુત્રીના જન્મની જાહેરાત કરતાં નજર આવી રહ્યાં છે પરંતુ આ તમામ ફોટો ફેક છે. તેથી તેની પર વિશ્વાસ ન કરવો.
Read More :
Vacancy : સુપ્રીમ કોર્ટ જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2024 ની વિગતો
Stock market : શેરબજાર આજ, નિફ્ટી 50 થી Q2 પરિણામ આજે ઑક્ટો 17ના નિષ્ણાતોએ આ પાંચ શેર વીષે ચર્ચા
Gold Price Today : દિવાળી એક્સ્ટ્રાવેગેન્ઝા: સોનુ રૂ. 80,000 નજીક જાણો આજનો ભાવ