ભારતનો મોટો નિર્ણય: બાંગ્લાદેશને મળતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ

By dolly gohel - author
ભારતનો મોટો નિર્ણય: બાંગ્લાદેશને મળતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ

ભારતનો મોટો નિર્ણય

સરકારે બાંગ્લાદેશના પોર્ટ અને એરપોર્ટના માર્ગમાં કોઇ ત્રીજા દેશને નિકાસ કરવા માટે ભારતીય ભૂમિ કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ કરવાની

મંજૂરી આપતી ટ્રાન્સ શિપમેન્ટ સુવિધા બંધ કરી દીધી છે.

તેમ એક સરકારી સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે. 

મુખ્યત્વે વસ્ત્ર સેક્ટરના ભારતીય નિકાસકારોએ અગાઉ સરકારને પાડોશી દેશને  આપવામાં આવેલી આ સુવિધા બંધ કરવાની અપીલ કરી હતી.

બાંગ્લાદેશ આ સુવિધાને કારણે ભૂટાન, નેપાળ અને મ્યાનમાર જેવા દેશોમાં સરળતાથી નિકાસ કરી શકતું હતું.

ભારતે જૂન, ૨૦૨૦ માં બાંગ્લાદેશને આ સુવિધા આપી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમના આઠ એપ્રિલના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે.

કે ૨૯ જૂન, ૨૦૨૦ના સંશોધિત પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભારતમાં અગાઉથી પ્રવેશ કરેલા કાર્ગોને તે પરિપત્રમાં આપવામાં આવેલ પ્રક્રિયા અનુસાર ભારતીય ક્ષેત્રની બહાર જવાની પરવાનગી આપવામાં

આવી શકે છે. 

ભારતનો મોટો નિર્ણય

ભારતનો મોટો નિર્ણય: બાંગ્લાદેશને મળતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ
ભારતનો મોટો નિર્ણય: બાંગ્લાદેશને મળતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ

ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા રોકી

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે કહ્યું કે આ સુવિધાના કારણે અમારા એરપોર્ટસ અને બંદરો પર ભીડ વધી ગઈ હતી.

તેનાથી ભારતને પોતાના નિકાસમાં વિલંબ થઈ રહ્યો હતો અને ખર્ચ પણ વધી રહ્યો હતો.

આથી 8 એપ્રિલથી તેને ખતમ કરવામાં આવી છે. જો કે નેપાળ અને ભૂટાન માટે બાંગ્લાદેશનો માલ હજુ પણ ભારત થઈને જઈ શકશે. 

અસમાના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયના વખાણ કર્યા હતા.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ પગલું પીએમ મોદીના રાષ્ટ્રીય હિતો અને પૂર્વોત્તરની સુરક્ષા અંગે પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભારતના રણનીતિક અને આર્થિક હિતોની રક્ષા માટે સરકારનું કડક વલણ છે. 

 

નિવેદન શુ હતુ ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધ એ કેટલાક સમયથી તણાવગ્રસ્ત રહ્યા છે.

શેખ હસીનાની સરકાર પડ્યા બાદ યુનુસ સત્તામાં આવ્યા અને પછી બંને દેશો વચ્ચે અંતર વધ્યું છે.

તાજેતરમાં યુનુસે ચીન પ્રવાસમાં કહ્યું હતું કે ભારતના સાત પૂર્વોત્તર રાજ્યો લેન્ડલોક્ડ છે.

અને સમુદ્ર સુધી તેમની પહોંચનો રસ્તો ફક્ત બાંગ્લાદેશથી છે.

તેમણે ચીનને આ તકનો ફાયદો ઉઠાવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.

ત્યારબાદ ભારતે ખુબ વિરોધ જતાવ્યો અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી. 

 

READ MORE :

કયા દેશની જેલમા સૌથી વધુ ભારતીયો કેદ છે, વિદેશ મંત્રાલય એ 86 દેશોના આંકડા જાહેર કર્યા

ભારતનો મોટો નિર્ણય: બાંગ્લાદેશને મળતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ
ભારતનો મોટો નિર્ણય: બાંગ્લાદેશને મળતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ

ભારત સાથે ટક્કર મોંઘી પડશે?

ગત અઠવાડિયે બેંગકોકમાં બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ પણ યુનુસ સાથે મુલાકાતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

બધુ મળીને  ભારતના આ નિર્ણયનો સ્પષ્ટ સંદેશ છે કે જો ભારત સાથે કોઈએ પણ કોઈ પણ પ્રકારની ટક્કર લીધી તો તેણે પરિણામ ભોગવવું પડશે.

હવે જોવાનું એ રહેશે કે બાંગ્લાદેશ શું કરશે. 

 

READ  MORE :

ટ્રમ્પનું મોટું નિવેદન : અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લગાડયો, અને કહ્યુ કે અમે અડધો જ ટેરિફ વસૂલ કરશુ

શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.