ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ શરૂ
ભારતમાં આખરે હાઈડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરવામાં આવી છે.
હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઈડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ તેને ધીમે-ધીમે દેશના અન્ય નાના રૂટ પર ચલાવવામાં આવશે.
રેલવે મંત્રીની વાત એકદમ સટીક સાબિત થઈ અને હવે હરિયાણાના જીંદમાં હાઈડ્રોજન ટ્રેનની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે.
આ ટ્રાયલમાં સફળતા પછી હવે દેશના નાના રૂટ પર તેને ચલાવવામાં આવશે.
હાલ તો હરિયાણાના જીંદમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.
રેલવે મંત્રાલયનું હાઈડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ આવી 35 ટ્રેન ચલાવવાની યોજના છે.
ત્યારે એ જોવાનું રહેશે કે હાઈડ્રોજન ટ્રેનથી દેશને નવી ઓળખ આપવામાં કેટલી સફળતા મળે છે.

ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેન
વરાળ થી ચાલતી ટ્રેન, ડીઝલ થી ચાલતી ટ્રેન , વીજળીથી ચાલતી ટ્રેન તમે જોઈ હશે.
આ તમામ ટ્રેનમાં કદાચ તમે મુસાફરી પણ કરી હશે. પરંતુ શું તમે હાઈડ્રોજન ટ્રેન વિશે સાંભળ્યું છે?
જર્મનીની કોરાડિયા આઈલિંટ હાઈડ્રોજન ઈંધણ સેલથી ચાલતી દુનિયાની પહેલી પેસેન્જર ટ્રેન છે.
તે બિલકુલ ઓછો અવાજ કરે છે અને વાતાવરણમાં વરાળ અને પાણી છોડે છે.
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે, હાઈડ્રોજન ટ્રેન ભારતમાં ક્યારે શરૂ થશે?
તો તેનો જવાબ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઘણાં સમય પહેલાં જ આપી દીધો હતો.
હાઈડ્રોજન ટ્રેન એ શુ છે ?
ટ્રેન એ હાઈડ્રોજન ફયૂઅલ સેલ ટેકનોલોજી પર આધારિત છે.
આ ટ્રેન એ ડીઝલ કે ઈલેકટ્રીક ની જગ્યા એ હાઈડ્રોજન ગેસ નો ઉપયોગ કરે છે.
હાઈડ્રોજન ગેસ એ ઓકિસજન ની રાસાયણિક પ્રક્રિયાથી વીજળી પેદા થાય છે.
આ પ્રક્રિયામા બાય પ્રોડકટ તરીકે પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે.
જે તેને પર્યાવરણ માટે સ્વચ્છ અને પ્રદૂષણમુકત બનાવે છે. ત્યારે ભારતમાં રેલવેનું લાખો કિલોમીટર લાંબુ નેટવર્ક છે.
અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ભારત પણ પરેશાન થઈ રહ્યું છે.
તે સ્થિતિમાં હાઈડ્રોજન ટ્રેન એ મોટું વરદાન સાબિત થઈ શકે છે.
ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ શરૂ
READ MORE :
RBI નો મહત્વપૂર્ણ નિર્ણય : ATM થી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારાની મંજુરી આપી
હાઈડ્રોજન ટ્રેનથી ભારતને શુ ફાયદો થશે ?
આ ટ્રેનથી પ્રદૂષણને ઘટાડવામાં મોટી સફળતા મળશે.
ગ્રીન હાઉસ ઉત્સર્જનને ઘટાડવામાં હાઈડ્રોજન ટ્રેન મદદરૂપ બનશે.
ભારત વિદેશી ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડી શકે છે.
રેલવેના સંચાલન ખર્ચમાં મોટો ઘટાડો થઈ શકે છે.
હાઈડ્રોજન ટ્રેનના કારણે નવા ઉદ્યોગો અને રોજગારની તકો સર્જાશે.
આ ટ્રેનની મદદથી રેલવે નેટવર્કને આધુનિક બનાવી શકાશે.
READ MORE :
હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી, ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે મોટું પડકાર
