ભૂપેન્દ્રસિંહ ઝાલાના આશ્રય સ્થાનનો ચોંકાવનારો ખુલાસો, સીઆઇડીની તપાસમાં આવ્યો સામે

By dolly gohel - author

ભૂપેન્દ્રસિંહ ઝાલાના

BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને ગત રોજ સીઆઈડી ક્રાઈમે મહેસાણા જીલ્લાની હદમાંથી ઝડપી પાડ્યો છે.

ઘણા સમયથી નાસતો ફરતો ભૂપેન્દ્ર ઝાલા હવે પોલીસની પૂછરપછમાં અનેક ખુલાસા કરી શકે છે. 

મહેસાણામાં ભૂપેન્દ્ર ઝાલાએ જ્યાં આશરો લીધો હતો

તે બાબતે અનેક ખુલાસા થઈ રહ્યા છે.

દવાડા ફાર્મ હાઉસમાં 10 દિવસ માટે ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો. જે ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા

રોકાયો હતો. તે કિરણસિંહ ચૌહાણનું હતું. તેમજ 3 તબક્કામાં ભૂપેન્દ્ર ઝાલાએ ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો.

તેમજ છેલ્લા ચાર દિવસથી સીઆઈડી ક્રાઈમ દ્વારા મહેસાણામાં ધામા નાંખ્યા હતા.

સીઆઈડી ક્રાઈમ વેશ પલટો કરીને ભૂપેન્દ્ર ઝાલા  અને કિરણસિંહ ચૌહાણને પકડી લીધા હતા.

કિરણસિંહનાં સંપર્કે સીઆઈડી ક્રાઈમને ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો.

સીઆઈડીની  તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા બગલામુખી મંદિરે ગયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

મંદિરે દર્શન કરી આરોપી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો.

પ્રાથમિક પૂછપરછમાં 400 કરોડથી વધુનાં વ્યવહાર કર્યાની ભૂપેન્દ્ર પટેલે કબૂલાત કરી હતી.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં BZ  ફાયનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઑફિસો શરુ કરીને રોકાણ પર બમણાં

વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર  કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં અંતે સીઆઇડી ક્રાઇમને સફળતા

મળી છે. ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લાં એક મહિનાથી ફરાર હતો.

તેને ઝડપી લેવા માટે પોલીસની અલગ અલગ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. 

ભૂપેન્દ્રસિંહ ઝાલાના

READ MORE :

અમદાવાદના ફ્લાવર શોમાં મોટો ફેરફાર: હવે 1 જાન્યુઆરીએ નહીં યોજાય , નવી તારીખ જાણો.

પોલીસ તપાસમાં કાયદેસુધી શિકમાં માથા ફર્યો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.