BZ ગ્રુપના કર્તાધર્તા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હોવાનું સામે આવતા,
પોલીસે તેની કામગીરી વધારી હતી. અને રાજ્ય બહાર તેને પકડવા માટેની કાર્યવાહી આદરી છે.
BZ ગ્રુપની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું
છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટનાને લઇ અન્ય રાજ્યોની પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત વધુ બે એજન્સીઓ પણ આ તપાસમાં જોડાનાર છે.
Read More : સિદ્ધનાથ તળાવની હાલત: સુંદરીકરણ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય
છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ
BZ ગ્રુપ સામે ચાલી રહેલી તપાસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
જેમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે.
જેમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોન આ સ્થળેથી બંધ થયો હતો.
ત્યારે રાજ્યની આ મોટી ઘટનાને લઇ આરોપીને ઝડપવા માટે અન્ય રાજ્યો સુધીની પોલીસે તપાસ આદરી છે.
મળતી માહિતી મુજબ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સંબંધીના નામે સંપત્તિની ખરીદી કરી હતી.
ત્યારે આરોપીના સંબંધીની સંપત્તિ પણ ટાંચમાં લઈને ફ્રીઝ કરવામાં આવશે.
ઉપરાંત આરોપીએ રૂપિયાનું રોકાણ બીટકોઈનમાં કર્યું હોવાની સંભાવના જોવા મળી છે,
ત્યારે આ સમગ્ર ઘટનામાં ED અને GST વિભાગ પણ તપાસમાં જોડાશે.