ભાજપના સંગઠન પર્વ
ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. તે હવે અંતિમ તબક્કામાં છે.
એટલે કે સંગઠન પર્વનો પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો, ત્યારબાદ બીજા તબક્કો સક્રિય સદસ્યતા અભિયાનનો અને
ત્રીજો તબક્કામાં ભાજપના સંગઠનના મંડળ, વોર્ડ પ્રમુખ, જિલ્લા સંગઠનની નિયુક્તિનો હોય છે.
જે અંતર્ગત હાલ તો ત્રીજા તબક્કામાં ભાજપના વોર્ડ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે મંડળ પ્રમુખો નિયુક્ત કરવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં ભાજપના કુલ 580 મંડળો છે. ભાજપ તાલુકા અને મોટા શહેરોના પ્રમુખો મંડળ પ્રમુખ તરીકે ઓળખે છે.
જે મુજબ મંડળ પ્રમુખોની નિયુક્તિનો દોર શરૂ થઈ ચૂક્યો છે.
છેલ્લા બે દિવસથી પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓના તાલુકા પ્રમુખ તેમજ નગરપાલિકાના શહેર પ્રમુખની નિયુક્તિનો દોર ચાલી રહ્યો છે.
જે મુજબ મધ્ય ગુજરાતના પંચમહાલ, સુરત, છોટાઉદેપુર, દાહોદ તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના
ભાજપના સંગઠન પર્વ
READ MORE :
વડાપ્રધાન મોદી 71,000 યુવાનોને નોકરીની ભેટ આપશે, રોજગાર મેળામાં નીમણૂકપત્રનું વિતરણ !
તાલુકા નવસારી, સુરત શહેરના વોર્ડ પ્રમુખો, વલસાડ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો
સૌરાષ્ટ્રમાં આવતા અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ, મોરબી તેમજ કચ્છ અને
અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓ મંડળ પ્રમુખો તેમજ નગર પ્રમુખોની નિયુક્તિ સાથે અંદાજે 580 મંડળ પ્રમુખોમાંથી
355 મંડળ પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે.
આગામી બે દિવસમાં પ્રમુખોની નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી વેગવાન બની છે.
કેમ કે, તાલુકા પ્રમુખો એટલે કે મંડળ પ્રમુખો બાદ હવે જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર શરૂ થવાનો છે.
જે માટે પ્રદેશ ભાજપની 28 ડિસેમ્બરે એક બૃહદ બેઠક યોજવાની છે.
જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો, વર્તમાન જિલ્લા પ્રમુખો, સંગઠન પર્વમાં નિયુક્ત કરેલા ચૂંટણી અધિકારીઓની હાજરીમાં
બેઠક મળવાની છે.
READ MORE :
વીમાના પ્રીમિયમ પર રાહત નહીં:GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણયો
શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા !
