ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે સાવચેતી જરૂરી: બાથરૂમમાં ગૂંગળામણથી 13 વર્ષની કિશોરીનું મૃત્યુ

By dolly gohel - author

ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે 

ગેસ ગીઝર (Gas Geyser) વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

બનાસકાંઠા ના પાલનપુર માં ગેસ ગીઝરની ગુંગળામણથી 13 વર્ષની કિશોરીનું મૃત્યુ થયું.

હાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે મોટાભાગના લોકો ગરમ પાણીથી નહાવું પસંદ કરે છે.

એવામાં ઘરોમાં ગીઝરનો વપરાશ પણ વધી ગયો છે.

ત્યારે ગેસ ગીઝર વાપરનારા લોકો સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

પાલનપુર  માં ગેસ ગીઝરથી ગૂંગળામણમાં 13 વર્ષની કિશોરીનું મૃત્યુ થયું છે.

આ બનાવ આબુ હાઈ-વે પાસેના તિરુપતિ રાજનગરમાં બન્યો હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠા  ના પાલનપુર  માં આબુ હાઇવે પર તિરૂપતિ  રાજનગરમાં ગેસ ગીઝર ની ગુંગળામણથી કિશોરીનું

મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, 13 વર્ષીય

કિશોરી બાથરૂમમાં નહાવા જતા ગેસ ગુંગળામણ થતાં ઘટના બની.

કિશોરી મોડે સુધી બાથરૂમની બહાર ના આવતા પરિવારે દરવાજો તોડી બહાર

કાઢી. તેને બહાર કાઢીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તબીબે કિશોરીને મૃત જાહેર કરી.

મૃતક કિશોરીનું નામ દુર્વા વ્યાસ હોવાનું સામે આવ્યું છે.

 

 

ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે

READ MORE : 

Ventive Hospitality IPO day 3:GMP, સબ્સ્ક્રિપ્શનની સ્થિતિ, સમીક્ષા અને રિવ્યુ

પહેલી વિવાહ: કિશોરીનો પરિવાર શોકાતુર

13 વર્ષીય દુર્વા બાથરૂમમાં ન્હાવા ગયા બાદ મોડે સુધી બહાર આવી ન હતી. ત્યારે પરિવારે દરવાજો તોડીને દુર્વાને બહાર કાઢી.

તેને હોસ્પિટલ લઈ જતા તબીબે દુર્વાને મૃત જાહેર કરી. 13 વર્ષની દીકરીના અવસાનના પગલે પરિવારમાં માતમ છવાયો છે.

ગેસ ગીઝર (Gas Geyser) મુખ્યત્વે કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન કરે છે.

જો બાથરૂમમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો કાર્બન મોનોક્સાઈડ જીવલેણ બને છે.

વેન્ટિલેશનના અભાવે કાર્બન મોનોક્સાઈડથી ગૂંગળામણ અનુભવાય છે. કાર્બન મોનોક્સાઈડ શરીરના રક્તકણને નુકસાન પહોંચાડે છે.

રક્તકણને નુકસાન પહોંચે એટલે હિમોગ્લોબીનને સીધી અસર પહોંચે છે.

જેનાથી શરીરમાં વહેતા ઓક્સિજનના પ્રવાહને અસર પહોંચે છે.

જો ઓક્સિજનનો પ્રવાહ લાંબા સમય સુધી બાધિત રહે તો મૃત્યુ થઈ શકે છે.

ગેસ લીક થવાની ગંધ આવે તો ગેસ સપ્લાય તરત જ બંધ કરો દો. બાથરૂમમાં ઉભા રહીને ગરમ પાણી ભરવું હિતાવહ નથી.

પહેલા ડોલમાં ગરમ પાણી ભરી લેવું, જયારે ગરમ પાણી ભરાય છે ત્યારે શક્ય બને તો બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખો.

સાથે જ બાથરૂમમાં વેન્ટિલેશનની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ.

સમયાંતરે ગેસની પાઈપ ચેક કરતા રહો. જો શક્ય હોય તો સોલાર ગીઝરનો ઉપયોગ કરો.

READ MORE:

Indian students : ભારતીય વિદ્યાર્થીઓના યુએસ વિઝામાં ગોટાળામાં 200 કેનેડિયન કોલેજો સામેલ, EDએ તપાસ શરૂ કરી

Uttarakhand : ભીમતાલની પાસે રોડ અકસ્માતમાં ચોમેર લટકે ફરી ગયા લોકોનાં જીવ

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.