ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ
રશિયાએ 1957 સસ્તા સ્પુટનિક સેટેલાઈટ લોન્ચ કરી સ્પેસ ટેકનોલોજીમાં જેવી ક્રાંતિ આણી છે.
તેવી જ ક્રાંતિ આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ ના લાર્જ લર્નિંગ મોડેલ ક્ષેત્રે ચીનના સ્ટાર્ટ અપ ડીપસીકએ લાવી છે.
અમેરિકાના અબજો ડોલરના રોકાણ સામે માત્ર ૬૦ લાખ ડોલર ના રોકાણથી ડીપસીકનું લર્નિંગ મોડેલ અત્યારે વિશ્વમાં સૌથી વધુ વપરાતા
ચેટજીપીટી કરતા વધારે શક્તિશાળી, સરળ અને વધારે ઝડપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચીનની આ શોધથી અમેરિકા, એશિયા અને યુરોપમાં એઆઈ માટે સેમીકન્ડકટર બનાવતી કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે.
આ કડાકાના કારણે ટેક કંપનીઓના બજાર મૂલ્યમાં એક લાખ કરોડ ડોલર સાફ થઇ ગયા છે.
ઓપન એઆઈ વર્ષે પાંચ અબજ ડોલરનો ખર્ચ પોતાના લાર્જ લર્નિંગ મોડેલમાં કરે છે.
ચીનનું સસ્તું AI એન્જિન ડીપસીક લોન્ચ
એનવિડીયા ની ચીપ વેચનાર લિયાંગ વેંગફેંગ ડીપસીક ના ફાઉન્ડર
ચીનના હેન્ગ્ઝો પ્રાંતમાં ૨૦૨૩માં ૪૦ વર્ષીય લીયાંગ વેંગફેંગે ડીપસીકની સ્થાપના કરતી હતી.
લીયાંગ ઇન્ફર્મેશન અને ઈલેક્ટ્રોનિકમાં એન્જિનિયર છે. અને એણે પોતે જ હેજ ફંડ સ્થાપી ડીપસીક માટે નાણા એકત્ર કર્યા છે.
અગાઉ તેની પાસે એનવીડીયાના એ૧૦૦ મોડેલના ચીપ નો સ્ટોર હતો.
અમેરિકાએ ચીનમાં આ ચીપની નિકાસનો પ્રતિબંધ જાહેર કરતા પોતાની પાસે રહેલી ૫૦,૦૦૦ જેટલી ચીપના આધારે તેને પોતાના એઆઈ
માટેના લાર્જ લર્નિંગ મોડેલ બનાવવાનો વિચાર આવ્યો હતો.
આ ઉપરાંત, તેણે જરૂર પડયે જે સસ્તી ચીપસેટની આયાત કરવાની છૂટ છે તેનો પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં જ ચીનના પ્રીમિયર લી કીયાંગ સાથે તેણે એઆઇ અંગે એક લાંબી બેઠક કરી હતી.
એપલના એપ સ્ટોરમાં ચેટજીપીટી અને અન્ય એઆઈ કરતા જાન્યુઆરી મહિનામાં જ લોન્ચ થયેલા ડીપસીકના ડાઉનલોડની સંખ્યા વધી ગઈ છે.
એઆઈ ક્ષેત્રે અમેરિકાની અત્યારસુધીની નંબર વન તરીકેની છાપ સામે ચીને સીધો પડકાર ફેંક્યો છે.
ડીપસીક એ વી૩ મોડેલ લોન્ચ કર્યું છે અને સ્ટાર્ટઅપનો દાવો છે કે આ માત્ર બે મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યું છે.
આ મોડેલ ચેટજીપીટીના મોડેલ જેટલું જ કાર્યક્ષમ હોવાનું એઆઈ ઉપર રિસર્ચ કરી રહેલા નિષ્ણાતોએ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.
આ મોડેલની કાર્યક્ષમતા ચકાસવા માટે મેથેમેટિક્સ, કોડીંગ અને ભાષાકીય તર્ક કેટલી ઝડપથી પ્રોસેસ કરી શકે છે એની ચકાસણી કરવામાં આવે છે.
ચેટજીપીટી કે ડીપસીક કે અન્ય કોઇપણ એઆઈ મોડેલ માટે આધુનિક ચીપ જરૂરી છે.
વર્ષ ૨૦૨૧થી અમેરિકાએ ચીનને આવી એડવાન્સ ચીપ વેચવા ઉપર નિયંત્રણ મૂકેલા છે.
આ નિયંત્રણ છતાં ચીનના સ્ટાર્ટઅપે ડીપસીકનું આધુનિક મોડેલ રજૂ કરતા દુનિયા દંગ રહી ગઈ છે.
ડ્રેગન ની એઆઈ ક્ષેત્રે નાસ્ડેક મા 664 અને તેના ફયુચર મા 700 પોઈન્ટ નો કડાકો થયો
ચાઈનાના એઆઈ સ્ટાર્ટઅપ ડીફશીકે અત્યંત સસ્તામાં સર્વિસિઝ ઓફર કરતાં આજે ટેકનોલોજી શેરોના બજાર નાસ્ડેકમાં ૬૬૪ પોઈન્ટ
જેટલો અને ફયુચર્સમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો.
અમેરિકાની એઆઈ જાયન્ટ ઓપનએઆઈ સહિતને હંફાવનાર ચાઈનીઝ ડીપશીકે હરીફોની ૧૪થી ૧૫ ડોલરના ખર્ચ સામે એક ડોલરની
અંદરના ખર્ચે સર્વિસિઝ ઓફર કરી હાહાકાર મચાવતાં અમેરિકામાં આઈટી બબલ જેવી સ્થિતિ સર્જાઈ હતી
એનવિડીયા કોર્પના શેરનો ભાવ ૧૭ ટકા તૂટી ગયો હતો. જેના પગલે કંપનીનો માર્કેટ કેપ ૪૬૫ અબજ ડોલર ઘટયું હતું.
જે કોઈ પણ એક કંપનીના ઘટાડાનો વિક્રમ છે. અમેરિકાના અન્ય આઇટી જાયન્ટ કંપનીઓના શેરોમાં પણ ગાબડાં નોંધાયા હતા.
અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં નાસ્ડેકમાં ૬૬૪ પોઇન્ટનો કડાકો બોલતા ૧૯૨૮૯ પર કાર્યરત હતો.
જ્યારે નાસ્ડેક ફયુચર ૭૦૦ પોઈન્ટ તૂટીને ૨૧૨૧૧ ઉતરી આવ્યો હતો. જ્યારે ડાઉજોન્સ ૫૮ પોઈન્ટ તૂટીને ૪૪૩૬૬ની સપાટીએ કાર્યરત હતો.
READ MORE :
ભેળસેળ સામે સરકારની સખ્ત કાર્યવાહી, હવે રાશનની દુકાનોમાં છૂટક અનાજ નહીં વેચાશે