CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના ગિફ્ટ સિટીમાં INX સેન્સેક્સ F&O કોન્ટ્રાક્ટ્સનો પ્રારંભ

By dolly gohel - author

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ

રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક

રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

ઇન્ડિયા એ INX પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ એક મહત્વપૂર્ણ પગલું છે.

ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું આ કદમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ર પટેલે ગિફટ સિટીમા સતત નવા આયામો ઉમેરાય છે અને તેની સરાહના કરતા કહે છે

કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દૂરોગામી વિઝન થી કાર્યરત થયેલુ ગિફટ સિટી આજે આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ છે.

આ ગિફટ સિટી મા ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલીયન એકસચેન્જ એ સફળતાપૂર્વક અપરેશનલ છે.

આ ઉપરાંત આમા બેન્કિંગ,ઈન્સ્યોરન્સ,એસેટ મેનેજમેન્ટ અને કેપીટલ સર્વિસીસ નુ સંચાલન પણ થાય છે.

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે

નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ગતિ કરી રહ્યું છે .

તેમાં આ નવો પ્રારંભ વધુ બળ આપશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તાજેતરમાં રજૂ થયેલા મોદી 3.O સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ગિફ્ટ સિટી ખાતે IFSCમાં કાર્યરત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનના જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે.

તેના પરિણામે IFSCમાં ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમ વધુ સંગીન અને ગિફ્ટ સિટીની ગ્લોબલ ઓળખ વધુ સુદ્રઢ બનશે.

આ અવસરે BSE લિમિટેડના એમ.ડી. અને સી.ઈ.ઓ સુંદરરામન રામમૂર્તિએ કી નોટ એડ્રેસ આપ્યું હતું.

ઇન્ડિયા INXના એમ.ડી. અને સી.ઈ.ઓ વિજય કૃષ્ણમૂર્તિએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા.

અને લોન્ચિંગ અવસરની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

ગિફ્ટ સિટીના એમ.ડી. એ ફિનટેક, ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ તેમજ આમંત્રિતો આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા.

 

READ MORE :

ભારતની સાંસ્કૃતિક સંપત્તિનું ઘરે આગમન: અમેરિકાએ 248 પ્રાચીન વસ્તુઓ પરત આપી

International News : બૈકલ સરોવર : પ્રકૃતિના સૌંદર્યનો ખજાનો, જ્યાં પૃથ્વીના 20% મીઠા પાણીનો જથ્થો સંગ્રહિત છે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.