CM યોગીનો મહત્વપૂર્ણ નિર્ણય : મહાકુંભમાં માધ પૂર્ણિમાને ધ્યાનમાં રાખીને ભીડના નિયંત્રણ માટે પગલાં

By dolly gohel - author
CM યોગીનો મહત્વપૂર્ણ નિર્ણય 

CM યોગીનો મહત્વપૂર્ણ નિર્ણય 

મહાકુંભમા લોકોને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક રસ્તાઓ પર કિલોમીટર સુધી લાંબો જામ સર્જાયો છે.

જેના પગલે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠક મા તેમણે મહાકુંભમા પાંચમા અમૃત સ્નાન અંગે અધિકારીઓને ઘણી માર્ગદર્શિકા આપી હતી.

તેમણે અધિકારીઓને અમૃત સ્નાનને ધ્યાનમાં રાખીને વધુ સારી ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા જણાવ્યું છે.

મહાકુંભનું અમૃત સ્નાન 12મી ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે થશે. તેથી મુખ્ય પ્રધાને વધુ સારી ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના

લાગુ કરવા સૂચના આપી છે.

સોમવારે મોડી રાત્રે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠક દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 

મહાકુંભમા આવતા ભકતોની સંખ્યામા વધારો થયો છે.

મુખ્યપ્રધાને જણાવ્યુ કે પ્રયાગરાજ ના મહાકુંભમા આવતા લોકોની સંખ્યામા નોંધપાત્ર વધારો નોંધાયો છે.

જાહેર પરિવહનો ના વાહનો ની સાથે ખાનગી વાહનો પણ ખૂબ જ મોટી સંખ્યામા આવી રહયા છે.

અને અમૃત સ્નાન દરમિયાન આ સંખ્યા વધી શકે તેવી ધારણા છે.

આ વસ્તુ ને ધ્યાન મા રાખીને એક સુવ્યવસ્થિત ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના અમલમાં મુકાવી જોઈએ.

તેમણે અધિકારીઓને ગેરમાર્ગે દોરનારી કે ખોટી માહિતી ફેલાવનારાઓની સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

અને અધિકારીઓને જનતાને તાત્કાલિક પણે સચોટ માહિતી આપવા જણાવ્યું હતું.

 

મહિલાઓ અને બાળકોની મદદ કરો

મુખ્યપ્રધાને પણ જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં ઉપલબ્ધ પાંચ લાખથી વધુ વાહનોની પાર્કિંગ ક્ષમતાનો ઉપયોગ થવો જોઈએ .

અને નિયમોનો ઉલ્લંઘન કરીને કોઈ પણ વાહનને કુંભમેળા પરિસરમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં.

તેમણે લોકોને બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધોની મદદ કરવા અપીલ કરી હતી.

ભીડ વ્યવસ્થાપન માટે તેમણે શટલ બસોની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો હતો.

તેમણે ટ્રાફિક અધિકારીઓને જણાવ્યું હતું કે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો ના હોવી જોઈએ.

અને ક્યાંય પણ ટ્રાફિક જામની સ્થિતિ ન હોવી જોઈએ.

CM યોગીનો મહત્વપૂર્ણ નિર્ણય ના કારણે લોકોને રસ્તા પર ગમે ત્યાં વાહનો પાક કરવાની મંજૂરી આપવામાં ના આવે.

અને કોઈ પણ રીતે ટ્રાફિક જામને અટકાવવામાં આવે. વાહનોની અવરજવર સતત રહેવી જોઈએ.

તેમણે પ્રયાગરાજ સાથે સરહદ વહેંચતા તમામ જિલ્લાઓને વાહનોની સરળ અવર-જવર સુનિશ્ચિત કરવા માટે એકબીજા સાથે સંકલન

સાધવાનો નિર્દેશ આપ્યો છે.

 

READ MORE :

 

પવિત્ર મહાકુંભમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંસ્કૃતિક સ્નાન, CM યોગી પણ સાથે હાજર હતા

 

અયોધ્યા વારાણસીમાં પણ ભારે ભીડ

ભારે ભીડને કારણે અયોધ્યા અને વારાણસી તરફ જતા તમામ રસ્તાઓ પર ઘણા કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો છે.

કાશીમાં પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ આવી રહી છે.

જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ શહેરમાં ઘણી જગ્યાએ ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂક્યો છે.

વારાણસીની બહાર જ બહારના વાહનોને રોકવામાં આવી રહ્યા છે.

ભીડભાડવાળા સ્થળો પર સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે.

શ્રદ્ધાળુઓની ભીડના ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ રૂટ બદલવામાં આવ્યા છે.

વારાણસીમાં ભારે ભીડ હોવા છતાં લોકોનો ત્યાં જવાનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો નથી.

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ ચાર થી છ લાખ ભક્તો બાબાના દર્શન માટે આવી રહ્યા છે.

 

READ  MORE :

 

શ્રદ્ધાળુઓ માટે સુખદ સમાચાર: ચારધામ યાત્રામાં મળશે આ નવી સુવિધા, હવે યાત્રા થશે વધુ આરામદાયક

મહાકુંભમાં ભારે ભીડ અને ટ્રાફિક જામ, 35 કિમી સુધી ગાડીઓની લાંબી લાઈનો

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.