ઠંડીના ચક્રવાતે ગુજરાતને ઠુઠવાયેલું
ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
ગાત્રો થીજવતી ઠંડીના કારણે ગુજરાત ઠુઠવાયું છે
ત્યારે રાજ્યના શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગમાં શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી છે.
જે શાળાઓનો સમય સવારે 7 વાગ્યાની જગ્યાએ 8 વાગ્યાનો કરવા માંગ ઉઠી છે.
વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં લઈને શાળાના સમયમાં ફેરફાર કરવા શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં કોલ્ડવેવના કારણે મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે.
જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન 7.8 ડિગ્રી આસપાસ રહ્યું છે એટલે કે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી કાતિલ ઠંડી અને હવામાન વિભાગની આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહીના પગલે
રાજ્યમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે.
ઠંડીના ચક્રવાતે ગુજરાતને ઠુઠવાયેલું
Read More : Ahmedabad મેટ્રોમાં યાત્રીઓ માટે સારા સમાચાર, હવે વધુ સ્ટેશન સુધી દોડશે ટ્રેન
શાળાઓ માટે સવારે 8 વાગ્યાનો સમય માંગ
રાજ્યના શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે જણાવ્યું છે કે,
‘‘હાલ કાતિલ ઠંડીના કારણે વિદ્યાર્થીઓના આરોગ્યની અને સુરક્ષાનો વિચાર કરવો જરૂરી છે.
એટલે જે શાળાઓ સવાર પાળીમાં ચાલી રહી છે તે શાળાઓનો સમય ફેરફાર કરવો જરૂરી છે.
શાળાઓનો સમય સવારે 8 વાગ્યાનો કરવામાં આવે તેવી અમારી માંગ છે.
તેમજ અગાઉ પણ બોર્ડનો એક ઠરાવ હતો સવારે 7-30 પહેલા કોઈએ શાળા શરૂ કરવી નહીં તેમ છતાં
ઘણી શાળાઓનો સમય સવારે 7-30 વાગ્યાનો હોવા છતાં આ શાળાઓ સવારે 7 વાગે વિદ્યાર્થીઓને બોલાવે છે
તે યોગ્ય નથી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા હાલ આ કાતિલ ઠંડીને ધ્યાનમાં લઈને એક
પરિપત્ર કરી સવારની શાળાઓનો સમય સવારે 7 કે 7-30ની જગ્યાએ સવારે 8 વાગ્યાનો કરવા માંગ છે.’’