કોલ્ડપ્લે કોન્સર્ટ : કોન્સર્ટ ની ટીમ માટે અમદાવાદમાં રિવર ક્રૂઝ પર ભવ્ય સ્વાગતની તૈયારી

કોલ્ડપ્લે કોન્સર્ટ

માટે અમદાવાદમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં દુનિયોનો સૌથી પ્રસિદ્ધ બ્રિટિશ રોક બેંડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે.

આ શો 25 અને 26 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં યોજાશે.

શો માં ફેમસ સિંગર ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલૈંડ, બેસિસ્ટ ગાય બેરિમેન અને ડ્રમ્રર વિલ ચેમ્પિયન પરફોર્મ કરશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે કુલ 13 જગ્યાએ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોન્સર્ટમાં જનારા લોકો ઓનલાઈન એપ્લિકેશનના માધ્મમથી પાર્કિંગ બુક કરાવી શકે છે. 13 પ્લોટોમાં કૂલ 16,300 વાહન પાર્ક કરી શકાશે.

કોલ્ડપ્લેની ટીમને આવકારવા  માટે રિવર ક્રુઝ પણ સજ્જ છે.

એટલે કે કોલ્ડપ્લે કોન્સર્ટ ટીમની સંભવિત મુલાકાતને લઈને આયોજકો તરફથી આ અંગે તૈયારી પૂર્ણ કરાઈ છે.

કોલ્ડપ્લેની ટીમને અટલ બ્રિજ અને ફ્લાવર શો વિશે પણ જાણકારી અપાશે.

આ સાથે ભારતીય ધાન્યોની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.

આ સાથે જુના અને નવા અમદાવાદ વિશે કોલ્ડ પ્લેની ટીમને માહિતી અપાશે.

 

કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનો ભાવ

કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટની કિંમત 2,500 રૂપિયાથી શરૂ થઈને 25,000 રૂપિયા સુધી છે.

શ્રેષ્ઠ બેઠકો માટે ટિકિટના ભાવ 12,500 રૂપિયા સુધી છે. લાઉન્જની ટિકિટની કિંમત લગભગ 25,000 રૂપિયા સુધી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અપર સ્ટેન્ડમાં P અને L બેઠકમા ટિકિટનો ભાવ 2500 રૂપિયા છે.

ત્યાં જ K અને Q બેઠકમાં 3500 રૂપિયા છે. ત્યાં જ J અને R બેઠકમા ટિકિટનો ભાવ 6500 રૂપિયા છે.

ઉપરાંત સ્ટેજની થોડા નજીક લોવર સ્ટેન્ડમાં C અને F બેઠકમાં રૂ.3000 છે તો B અને G બેઠકમાં 4500 રૂપિયા છે.

તો સ્ટેજની સામે A અને H બેઠકમાં રૂ.9500 ટિકિટનો ભાવ છે.

ત્યાં જ સ્ટેજની એકદમ સામે ઉભા રહીને કોન્સર્ટ નિહાળવા માટેની ટિકિટ 12,500 રૂપિયામાં વેચાઈ રહી છે.

આ ઉપરાંત પ્રેસિડેન્સલ ગેલેરીમાં લેવલ-3ની ટિકિટની કિંમત 25,000 રૂપિયા છે.

26 મી તારીખે ઘરે બેઠા કોન્સર્ટ જોઈ શકો છો

કોલ્ડપ્લે બેન્ડની વેબસાઇટ હેઠળ, લોકો 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોન્સર્ટ તેમના ઘરેથી જોઈ શકશે.

ડિઝની હોટ સ્ટાર એપના સબ્સ્ક્રાઇબર્સને આનો લાભ મળશે.

કારણ કે આ એપ પર કોન્સર્ટનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

ભારતમાં 9 વર્ષ બાદ કોલ્ડપ્લેનું પરફોર્મંસ થશે

કોલ્ડપ્લે બેંડ એ 2016 માં મુંબઈમાં આયોજીત ગોલ્ડન સિટી ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું.

તે સમયે આ શોમાં 80 હજાર લોકોએ ભાગ લીધો હતો.

જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા હતા.

હવે નવ વર્ષ બાદ ફરીથી ભારતમાં આ બેંડનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે.

ભારતમાં કોલ્ડપ્લેના ગીતો હાય્મ ફોર ધ વીકેન્ડ, યલો, ફિક્સ યૂ ખુબ જ પ્રખ્યાત છે.

કોલ્ડપ્લે એ 7 ગ્રેમી એવોર્ડ પોતાના નામે કર્યા

કોલ્ડપ્લે બેંડની શરૂઆત વર્ષ 1997 માં લંડનમાં થઈ હતી.

ક્રિસ માર્ટિન, જોની બકલૈંડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેંડમાં મેમ્બર છે.

39 નોમિનેશનમાં કોલ્ડપ્લે 7 વખત ગ્રેમી એવોર્ડ મેળવ્યો છે.

કોલ્ડપ્લે કોન્સર્ટ માટે વિશેષ ટ્રેન

ગયા સપ્તાહ ના અંતમા નવી મુંબઈમાં ડી. વાય. પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ‘કોલ્ડ પ્લે’ ઈવેન્ટ યોજાઈ હતી.

હવે આ કાર્યક્રમ 25 અને 26મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાશે.

તેથી મધ્ય રેલ્વેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ વાતાનુકૂલિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

આ સેવાઓથી ‘કોલ્ડ પ્લે’ના કોન્સર્ટમાં ભાગ લેવા માંગતા ચાહકોને ફાયદો થશે.

લોકમાન્ય તિલક ટર્મિનસ – અમદાવાદ – લોકમાન્ય તિલક ટર્મિનસ એર કન્ડિશન્ડ સ્પેશિયલ બે રાઉન્ડ ચાલશે.

ટ્રેન નંબર 01155 એર કન્ડિશન્ડ સ્પેશિયલ લોકમાન્ય તિલક ટર્મિનસથી 25 જાન્યુઆરીએ બપોરે 12.55 વાગ્યે ઉપડશે.

અને તે જ દિવસે સવારે 11 વાગ્યે અમદાવાદ પહોંચશે.

ટ્રેન નંબર 01156 એર કન્ડિશન્ડ સ્પેશિયલ અમદાવાદથી 26 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે ઉપડશે.

અને તે જ દિવસે સવારે 11.45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે.

 

READ MORE :

Tata Sons Ipo : ટાટા સન્સનો IPO આવતા વર્ષે આવશે? ટાટા કેમિકલ્સનો શેર અપેક્ષા મુજબ 14% વધ્યો

India News: દાનાનો તોફાની ત્રાટક: શાળાઓ બંધ, સેના હાઇએલર્ટ પર, NDRF તૈનાત

Share This Article