ચાલુ કોર્ટે જજને
પંચમહાલ ગોધરામાં જજને લાંચ આપવાની કોશીશ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
જેમાં જજને 35 હજારની લાંચ ઓફર કરવામાં આવી હતી.
ત્યારે આ ઘટનાને લઇ એસીબીએ આરોપીની ધરપકડ કરી હતી.
પંચમહાલના ગોધરામાં જજને લાંચ આપવાની કોશીશ કરવામાં આવી હતી.
જેમાં વીરપુર તાલુકાના સરડીયા ગામના બાપુભાઇ ધીરાભાઇ સોલંકીએ કર્યો લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં કોર્ટમાં જજને રૂપિયા 35 હજારની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચાલુ કોર્ટે જજને
લાંચ આપવાની ઓફર
ત્યારે સમગ્ર પ્રકરણમાં ACBએ બાપુભાઇ ધીરાભાઇ સોલંકીને ડિટેઇન કર્યા હતા.
મળતી માહિતી મુજબ ગોધરાની મજદૂર અદાલતમાં પોતાની તરફેણમાં ચુકાદો આપવા
જજને બાપુભાઇએ લાંચ આપવાની ઓફર કરી હતી.
ત્યારે મજદૂર કોર્ટના જજે ACBને સૂચના આપી હતી. જેને લઇ એસીબીએ તેમને પકડવા માટે જાળ પાથરી હતી.
જેમાં આરોપી જજને લાંચ આપતા ઝડપાયા હતા.
ત્યારે આ ઘટનાને લઇ એસીબીના અધિકારીઓએ બાપુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી.
Read More : ખેડા સીરપકાંડ: બે હોસ્પિટલોએ મૃતકોનું પોસ્ટમોર્ટમ ન કરતાં મોટો ધડાકો