સાયબર ફ્રોડ ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડ ને રોકવા માટે સરકારે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે.
આ એપ્લિકેશન દ્રારા મોબાઈલ મારફત થી જ ફ્રોડ સંબંધિત છેતરપિંડી થી લઈને ફોન ગુમ થયો હોય તેની પણ ફરિયાદ દાખલ કરી શકીયે છે,
આવુ સરકાર દ્રારા કહેવામા આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે.
પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે.
મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે.
આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી
થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.
અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું.
જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે.
READ MORE :
દેશની અદાલતોમાં 43 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ, કેસના નિકાલમાં ગુજરાતની કામગીરી કેવી છે ?
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે.
આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે.
આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું
કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.
અન્ય કોઈ પણ એપ ની જેમ સંચાર સાથી પણ ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.
આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા ખોટા કનેકશન લેવામા આવ્યા છે.
અને તમે આ કનેકશન ને બ્લોક પણ કરાવી શકો છો.
આ સિવાય તમે આ એપ પર જઈને ફોન ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો રિપોર્ટ પણ દાખલ કરાવી શકો છો.
આમા ઉપકરણ ને ટ્રેક કરી શકાય છે અને ફેક મેસેજ અને કોલ ની ફરિયાદ પણ નોધાવી શકીએ છે.
સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે 2023 મા લોન્ચ કરવામા આવ્યુ હતુ , પરતુ હવે આ એપ રજૂ કરવામા આવી છે.
વધુને વધુ લોકો આ એપ નો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.
READ MORE :
“Microsoft ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે: CEO સત્ય નડેલાની મહત્વપૂર્ણ જાહેરાત”
નેશનલ હેલ્થ ઓથોરિટીના આદેશનો ઉલાળિયો, સરકારે IEC સેલની રચના કરી નહીં