દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય
સુરતમાં ભાજપ મહિલા નેતા દીપિકા પટેલનાં આપઘાતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
એક અઠવાડિયા બાદ પણ દીપિકા પટેલની આત્મહત્યાનું કારણ ખુલ્યું નથી.
દીપિકાએ 2 કોર્પોરેટર સાથે મળીને જમીનમાં કરોડોનું રોકાણ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.
કરોડોનું પેમેન્ટ કર્યા બાદ જમીનનો સોદો ઘોંચમાં પડ્યો હતો.
રોકાણ કરનાર બંને કોર્પોરેટરે હાથ અધ્ધર કરી દીધા હોવાની ચર્ચા પણ લોકમુખે ચાલી રહી છે.
જમીન સોદામાં ચિરાગ સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હોવાની આશંકા છે.
તેમજ નદીકાંઠાની જમીનમાં રોકાણ કરાયું હોવાની વાત છે.
પોલીસ તપાસમાં ઘણી બધી વિગતો બહાર આવે તેવી સંભાવના છે.
સુરતમાં આપઘાત કરનાર ભાજપ નેતા દીપિકા પટેલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે.
ત્યારે એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું તારણ સામે આવ્યું છે.
કેસને લઈ ભાજપનાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
દીપિકાએ આપઘાત પહેલા ચિરાગ સાથે ફોન પર વાત કરી હતી.
દીપિકાએ ફોનમાં ટેન્શનમાં હોવાનું કહ્યું હતું.
તેમજ હું આવી રીતે નહીં જીવી શકું, તું તારૂ જોઈ લેજે એવું ફોનમાં કહ્યું હોવાનો ચિરાગનો દાવ છે.
દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય
READ MORE :
Junagadh Highway : માળા હાટી નજીક બે કાર વચ્ચે અકસ્માત, 7ના મોત, પોલીસ કાફલો મોકલાયો
મૃતકના સંબંધીઓ જણાવ્યું હતું કે, તેઓ સમાજ સેવક અને સક્રિય કાર્યકર હતાં,
તેઓ આવું પગલું ભરી જ ના શકે અમને હત્યાની આશંકા છે. આપને જણાવીએ કે,
પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે તેમના પતિ નરેશભાઈ ખેતી કામ કરે છે.
હાલ દીપિકાબેન વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા.
દીપિકાએફોનમાં ટેન્શનમાં હોવાનું કહ્યું હતું. તેમજ હું આવી રીતે નહીં જીવી શકું, તું તારૂ જોઈ
લેજે એવું ફોનમાં કહ્યું હોવાનો ચિરાગનો દાવ છે.
READ MORE :
ઈઝરાયલની ગોલાન હાઈટ્સમાં બફર ઝોન પર કબજો, સીરિયામાં સત્તાપલટની વચ્ચે મોટી ચાલ
વસ્ત્રાલ હાર્ટબ્રેક: કાર ટ્રકમાં ઘૂસી જતાં બે યુવાનના જીવ પડીકે બંધાયા, ત્રણને ઈજાઓ થઈ
સુરત નેશનલ હાઈવે 48 પર ભયાનક અકસ્માત, બસ રોડ સાઈડથી નીચે ઉતરી જતા 15-20 મુસાફરો ઘાયલ