સુરત શહેરના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નંદનવન સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી
ડ્રેનેજ લાઈનનું પાણી રસ્તા પર ઉભરાતાં સ્થાનિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે સ્થાનિકો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ છાશવારે રજુઆત કરવામાં આવતી હોવા
છતાં કાયમી સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ડ્રેનેજનું મલિન પાણી રસ્તા પર ઉભરાતાં શાળાએ જતાં બાળકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે.
આ સિવાય રસ્તા પર ઉભરાતાં ડ્રેનેજના પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પુણા ગામમાં આવેલ નંદનવન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજના
પાણી રસ્તા પર ઉભરાવવાની સમસ્યા કાયમી થઈ ચુકી છે.
દ્વારા આ અંગે વહીવટી તંત્ર સમક્ષ ફરિયાદ કરવામાં આવતાં ડ્રેનેજ લાઈનનું સમારકામ કરવામાં આવે છે અને
ત્યારબાદ પાંચ-સાત દિવસમાં સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે.
ડ્રેનેજનું પાણી રસ્તા પર ઉભરાતાં સોસાયટીનાં રહેવાસીઓથી માંડીને બાજુમાં જ આવેલી શાળામાં
અભ્યાસ માટે આવતાં વિદ્યાર્થીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવે છે.
Read More : BZ ગ્રુપના કૌભાંડમાં નવા ખુલાસા, શિક્ષકોએ પોન્ઝી સ્કીમમાં લોકો પાસેથી કરાવ્યું લાખોનું રોકાણ
કોંગ્રેસ અગ્રણી સુરેશ સુહાગિયાએ પણ આ સંદર્ભે પાયલ સાકરિયા વિરૂદ્ધ રોષ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે,
તેઓ આખા શહેરમાં આંટાફેરા મારે છે અને ફોટો સેશનમાં વ્યસ્ત છે પરંતુ
તેમના પોતાના જ વોર્ડમાં આ સમસ્યા અંગે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવવામાં આવતી નથી.