નેશનલ હેલ્થ ઓથોરિટીના આદેશનો ઉલાળિયો, સરકારે IEC સેલની રચના કરી નહીં

3 Min Read

પીએમજેવાયએ યોજના અંગે આજેય દર્દીઓ બેખબર રહ્યાં છે. આ યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે પ્રચાર-પ્રસાર

કરવા માટે કેન્દ્રએ બધાય રાજ્યોને ખાસ સૂચના આપી હતી. એટલુ જ નહીં, ગુજરાત સહિત બધાય રાજ્યોને ઇન્ફેર્મેશન,એજ્યુકેશન

એન્ડ કોમ્યુનિકેશન સેલ રચવા આદેશ કરવામાં આવ્યો હતો. પણ આ મામલે ગુજરાત આરોગ્ય વિભાગે પણ ઝાઝુ ઘ્યાન આપ્યું ન

હતું. જો આઇઇસી સેલની રચના થઇ હોત તો કદાચ ગુજરાતમાં ખ્યાતિકાંડ સર્જાયો ન હોત.ગરીબ દર્દીઓ માટે  પીએમજેવાયએ યોજના

આર્શિવાદરુપ સમાન છે કેમકે, કેન્સર,હૃદયરોગ સહિત ગંભીર બિમારીમાં દસેક લાખ સુધી મફત તબીબી સારવાર મળી રહે છે.

માત્ર સરકારી જ નહીં, કોર્પોરેટ હોસ્પિટલમાં ગરીબ દર્દીને સારી સારવાર મળી રહે છે. જોકે,  ચૂંટણી વખતે તો આ જ સરકારી

યોજનાનો ઉલ્લેખ કરી ભાજપના નેતાઓએ મતદારોને રિઝવવા કોઇ કસર છોડી ન હતી. પણ  પીએમજેવાયએ યોજનાનો પ્રચાર

પ્રસાર કરવામાં રાજ્ય આરોગ્ય વિભાગે પાછીપાની કરી હતી. આમ, વિરોધભાસ જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના એક

રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છેકે, નેશનલ હેલ્થ ઓથોરિટીએ રાજ્યોને સૂચના આપી હતીકે, પીએમજેવાયએ યોજનાનો છેવાડાના

ગામ સુધી પ્રચાર-પ્રસાર કરો.લાભાર્થીઓને યોજના વિશે અવગત કરાવો. પોસ્ટર,બેનર્સ, માહિતી પુસ્તિકા ઉપરાંત વર્કશોપ

યોજીને લોકોને યોજનાથી માહિતગાર કરો. આ બઘુય કરવા પાછળનો એક માત્ર હેતુ એ હતોકે, પીએમજેવાયએ યોજનામાં

ડોક્ટરોથી માંડીને સરકારી કર્મચારીઓ ગરીબ લાભાર્થીઓ સાથે ગેરરિતી આચરે નહી.

 

READ MORE :

કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: સ્વર્ગસ્થ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ તરીકે દિલ્હીમાં સ્મારકનું નિર્માણ

PMJAY પોસ્ટ વિવાદ માટે નવી માર્ગદર્શિકા

કેન્દ્રીય આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ગુજરાત આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી છે. પીએમજેવાયએ યોજનામાં પોલંપોલ ચાલી રહી છે

જેના કારણે મળતિયા હોસ્પિટલ સંચાલકોએ ઘૂમ કમાણી કરી લીધી છે જ્યારે નિર્દોષ દર્દીઓને જાન ગુમાવવાનો વારો આવ્યો છે. હવે

જ્યારે ખ્યાતિકાંડ થયુ છે ત્યારે આરોગ્ય વિભાગને પીએમજેવાયએ યોજના અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે અલાયદી માર્ગદર્શિકા

ઘડવાનું સુઝ્‌યુ છે. જો અગાઉથી તકેદારી રાખવામાં આવી હોત તો, કદાચ આ ગેરરીતી-ગોટાળા થયા ન હોત. 

ટૂંકમાં, આરોગ્ય વિભાગે જ દર્દીઓને અંધારામાં રાખ્યાં હતાં. જો દર્દીઓને લોકજાગૃતિ મુદ્દે સઘન કામગીરી કરવામાં આવી હોત તો, કદાચ

ગુજરાત સરકારને જેના કારણે બદનામી વ્હોરવી પડી છે તે ખ્યાતિકાંડ સર્જાયો ન હોત. મહત્વની વાત તો એછેકે, રાજ્ય આરોગ્ય વિભાગે

પીએમજેવાયએ યોજનાના પ્રચાર-લોકજાગૃતિ માટે માત્ર 6 ટકા જ રકમ વાપરી છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થઇ છેકે, આરોગ્ય

વિભાગની નિષ્ક્રિયતા પણ ખ્યાતિકાંડ માટે જવાબદાર છે. 

READ MORE : 

દેશની અદાલતોમાં 43 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ, કેસના નિકાલમાં ગુજરાતની કામગીરી કેવી છે ?

Entertainment News : 6 વર્ષના લાંબા અંતરાલ બાદ સીઆઈડીની સોની ટીવી પર ધમાકેદાર વાપસી, પ્રોમો ટૂંક સમયમાં થશે રિલીઝ !

 

 
 
 
Share This Article