નાના વ્યવસાયો માટે દિવાળીનો ધમાકો ,
PM મુદ્રા યોજનાની લોનની મર્યાદા બમણી થઈ
કેન્દ્ર સરકારે એમએસએમઈ માટે દિવાળી ભેટ આપતી એક જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મળતી લોનની મર્યાદા વધારી બમણી અર્થાત રૂ. 20 લાખ કરવામાં આવી છે.
આ નિર્ણયથી એમએસએમઈને વેગ મળશે અને રોજગારીની તકો પણ વધશે.
નાણા મંત્રાલય અનુસાર, આ પગલાંથી એમએસએમઈને બિઝનેસ સ્થાપિત કરવા અને વિસ્તરિત કરવાની તકો મળશે.
જેનાથી રોજગારની નવી તકો સર્જાશે અને દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.
જે લોકો પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
તદુપરાંત એમએસએમઈ પોતાના બિઝનેસના વિસ્તરણ માટે પણ મુદ્રા યોજનાનો લાભ લઈ શકે છે.
આ સ્કીમ હેઠળ નીચા વ્યાજદરે ઝડપી અને સરળતાથી લોન પ્રદાન થાય છે. જેમાં કોઈ ગેરેંટરની જરૂર પડતી નથી.
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની તરૂણ કેટેગરી અંતર્ગત એમએસએમઈ રૂ. 20 લાખ સુધીની લોન લેવા સક્ષમ ગણાશે.
ક્રેડિટ ગેરેંટી ફંડ ફોર માઈક્રો યુનિટ્સ હેઠળ રૂ. 20 લાખની લોન પર કેન્દ્ર સરકાર પોતે ગેરેંટી કવરેજ આપે છે.
READ MORE :
India News:પેટાચૂંટણી માટે વાવ બેઠકનો દિવસ: 13 નવેમ્બર આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચામાં
પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ શુ છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ, 2015ના રોજ એમએસએમઈને રૂ. 10 લાખ સુધીની કોલેટરલ ફ્રી માઈક્રો ક્રેડિટ પ્રદાન કરવાના હેતુ સાથે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આ હતી.
જેમાં પસંદગી કરાયેલી બેન્કો, એનબીએફસી, અને માઈક્રો ફાઈનાન્સ યુનિટ્સ ત્રણ કેટેગરી શિશુ રૂ. 50000 , કિશોર રૂ. 50000થી 5 લાખ અને તરૂણ રૂ. 10 લાખ આ અલગ અલગ લોન એ ગેરંટી-કોલેટરલ વિના ફાળવે છે.
તરૂણ કેટેગરીની મર્યાદા વધારી રૂ. 20 લાખ કરવામાં આવી છે.
READ MORE :